Guru Dutt B'day Spl: પ્રેમમાં નિષ્ફળ રહ્યા હતા ગુરૂદત્ત, જિંદગીભર બેચેનીએ ન છોડ્યો સાથ

મીડિયા અહેવાલો અનુસાર ગુરૂદત્ત અને વહીદા રહેમાન વચ્ચે અફેરના સમાચારોએ ઘરમાં કલેશ પેદા કર્યો. (તસવીર સાભાર- News 18)

હંમેશા કંઈક નવું કરવા અને મેળવવાની બેચેની ગરૂદત્તને ગીતાથી દૂર અને વહીદાની નજીક લઈ જઈ રહી હતી

  • Share this:
Guru Dutt Birth Anniversary: બેંગલુરુમાં જન્મેલા ગુરૂદત્ત (Guru Dutt)નું સાચું નામ વસંત કુમાર શિવશંકર પાદુકોણ હતું. તેમનો અભ્યાસ કોલકાતામાં થયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક કંપનીમાં ટેલિફોન ઓપરેટરની નોકરી કરી, પરંતુ તેમાં તેમનું મન ન લાગ્યું. કંઇક અલગ કરવાની ચાહ લઇને વસંત કુમાર પુણે આવ્યા. તેમનું મન શરૂઆતથી જ એક્ટિંગમાં હતું. 1945માં પ્રભાત નામની ફિલ્મી કંપનીમાં કામ મળી ગયું હતું. તેમણે ફિલ્મ લાખારાનીથી કામ કરવાનું શરૂ કર્યુ. તેના એક વર્ષ બાદ 'હમ એક હૈ' ફિલ્મમાં તેમને આસિસ્ટેન્ટ ડારેક્ટર અને કોરિયોગ્રાફરની જવાબદારી મળી. ત્યારબાદ 1947માં કંપની સાથે કોન્ટ્રાક્ટ પૂરો થઇ ગયો.

ત્યાર બાદ તેમને દેવ આનંદની કંપનીમાં કામ મળી ગયું. ફિલ્મ બાઝીનું ડાયરેક્શન ગુરૂદત્તે કર્યુ હતું. ફિલ્મ હિટ થઇ અને ત્યાર બાદ જાલ અને બાઝ ફિલ્મો બનાવી જે ફ્લોપ રહી. બાઝમાં પહેલી વખત હીરો તરીકે તેઓ સ્ક્રીન પર આવ્યા. આ વચ્ચે દેવ આનંદ સાથે સંબંધમાં થોડી ખટાશ આવી અને પોતાની કંપની બનાવી લીધી હતી.

પોતાના પ્રોડક્શન બેનર હેઠળ તેમણે ફિલ્મ બનાવી 'આર-પાર' જેને ખૂબ પસંદ કરવામાં આવી. ત્યાર બાદ ગુરુદત્તે મિસ્ટ એન્ડ મિસિઝ 55, પ્યાસા, કાગઝ કે ફૂલ, ચૌદહવી કા ચાંદ જેવી શાનદાર ફિલ્મો બનાવી. સાહબ બીવી ઓર ગુલામની સફળતા બાદ ગુરૂદત્તે ઇતિહાસ રચી દીધો. આ શાનદાર ફિલ્મોથી આજે પણ લોકો શીખે છે.

(તસવીર સાભાર- News 18)


આ પણ વાંચો, PICS: ખુલ્લા વાળ, મદહોશ આંખો...જાહ્નવી કપૂરનો ગ્લેમરસ અંદાજ બન્યો ઇન્ટરનેટ સેન્સેશન

ફિલ્મ બાઝી બનાવતી સમયે તેમની આંખો ગીતા દત્ત સાથે ટકરાઇ, જ્યાં ગુરૂ દત્ત અહીં નવા હતા ત્યાં ગીતા સફળતાના શિખરો પર હતી. બંનેની વચ્ચે પ્રેમ થયો અને લગ્ન કર્યા. ગુરૂદત્ત અને ગીતા દત્તના બાળકો થયા, પરંતુ બંને વચ્ચે ઘમંડની ટક્કરથી પ્રેમ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. ફિલ્મ પ્યાસા દરમિયાન ગુરૂદત્ત વહીદા રહેમાન તરફ આકર્ષિત થવા લાગ્યા. હંમેશા કંઇક નવુ કરવા અને મેળવવાની બેચેની તેમને ગીતાથી દૂર અને વહીદાની નજીક લઇ જઇ રહી હતી.

આ પણ વાંચો, Jeff Bezos Wealth: અમેઝોનનું CEO પદ છોડ્યું છતાં જેફ બેઝોસની સંપત્તિ અધધ 1,56,98,97,00,00,000 રૂપિયા

મીડિયા અહેવાલો અનુસાર ગુરૂદત્ત અને વહીદા રહેમાન વચ્ચે અફેરના સમાચારોએ ઘરમાં કલેશ પેદા કર્યો. ગીતા દત્ત સાથે સંબંધ સારા નહોત રહ્યા, પરંતુ વહીદા જાણતી હતી કે ગુરૂ પરીણિત છે અને તેથી તેણે સંબંધ આગળ ન વધાર્યો અન ગુરૂથી દૂર બનાવી લીધી. બીજી બાજુ ગીતા અને ગુરૂ વચ્ચે પણ સંબંધોમાં ઘટાશ વધી રહી હતી અને તે બાળકોને લઇને ચાલી ગઇ હતી. આ દરમિયાન તેમના જીવનમાં ઘણી ઉથલપાથલ ચાલું હતી. બેચેની, પરેશાની ગુરૂ દત્તે 10 ઓક્ટોબર, 1964ની રાત્રે દારૂ પીધા બાદ ઉઠી ન શક્યા. જોકે તેમના મોતનું કારણ ક્યારેય સામે ન આવ્યું. લોકો કહે છે કે ડિપ્રેશનનો શિકાર બનેલા ગુરૂદત્તે આત્મહત્યા કરી લીધી હતી.
First published: