Rare Video : મોતના મુખથી ઘરે પાછા ફરેલા Big Bનું આ રીતે થયું હતું સ્વાગત

News18 Gujarati
Updated: October 11, 2019, 2:11 PM IST
Rare Video : મોતના મુખથી ઘરે પાછા ફરેલા Big Bનું આ રીતે થયું હતું સ્વાગત
અમિતાભ બચ્ચન

  • Share this:
Happy Birthday Amitabh Bachchan : ફિલ્મ કુલી (Coolie) ના એક એક્શન સીનમાં અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) પેટમાં કાચનું ટેબલ લાગી ગયું હતું. અને તે પછી અમિતાભ બચ્ચન લગભગ 2 મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા. મોતના મુખમાંથી તે ક્ષણે બોલીવૂડ (Bollywood) ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સુખરૂપ પાછા આવ્યા હતા. અને આજે તે 76 વર્ષના થયા છે. અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. ત્યારે દુનિયાભરથી તેમના કરોડો ફેન્સ તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. અને આ ઉંમેરે પણ બિગ બી કૌન બનેગા કરોડપતિ 11 (Kaun Banega Crorepati 11) ફિલ્મોના શૂટિંગમાં પોતાને વ્યસ્ત રાખે છે.

પણ એક વખત બીગ બીના જીવનમાં તેવા પણ હતો જ્યારે લોકો તેમના જીવતા રહેવા માટે પ્રાર્થના કરતા હતા. કુલી ફિલ્મમાં તેમની સાથે થયેલા અકસ્માત અને આ અકસ્માત પછી તે લગભગ 2 મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. આ બે મહિના સુધી અમિતાભના તમામ ફેન્સ દિવસ રાત તેમના સાજા થવાની પ્રાર્થના કરતા હતા. અને 24 સપ્ટેમ્બરના રોજ બિગ બી આ ઘટના પછી પાછા તેમના ઘરે આવ્યા હતા. જોગાનુંજોગ 37 વર્ષ પછી આ દિવસે જ તેમને દાદા સાહેબ ફાલકે એવોર્ડ મળવાની જાહેરાત પણ થઇ હતી. ત્યારે 2 મહિના પછી હોસ્પિટલથી ઘરે પાછા ફરવાનો તેમનો એક વીડિયો હાલ વાયરલ થયો છે. આ વીડિયો વિરલ ભયાનીએ શેર કર્યો છે.





37 વર્ષ જૂના આ બ્લેક એન્ડ વ્હાઇટ વીડિયોમાં અમિતાભ બચ્ચન સફેદ રંગના કૂર્તામાં દેખાય છે. તે આવતા જ પહેલા તેમના પિતા હરિવંશ રાય બચ્ચનના પગે પડે છે. તે પછી હરિવંશ રાય તેમને ગળે લગાડે છે. તે પછી તેમના બાળકો અને પરિવારના અન્ય સદસ્યો પણ ત્યાં આવે છે. તે પછી તેમની માંને તે પગે લાગે છે અને તેમની સાથે પત્ની જયા બચ્ચન પર ઉભેલી દેખાય છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન આ ઘટના વિષે કહેતા પણ સંભળાય છે. અમિતાભ બોલે છે કે 24 સપ્ટેમ્બરથી ઠીક 2 મહિના પહેલા મારો અકસ્માત થયો હતો. હું ડૉક્ટર્સના કારણે અહીં 2 મહિના પછી જીવતો બેઠો છું."
First published: October 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,205,178

     
  • Total Confirmed

    1,680,527

    +76,875
  • Cured/Discharged

    373,587

     
  • Total DEATHS

    101,762

    +6,070
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres