Home /News /entertainment /હંસિકા મોટવાણી 'માતાની ચોકી'થી કરશે લગ્નની શરુઆત, રાજસ્થાનમાં કરશે ડેસ્ટિનેશન વેડિંગ

હંસિકા મોટવાણી 'માતાની ચોકી'થી કરશે લગ્નની શરુઆત, રાજસ્થાનમાં કરશે ડેસ્ટિનેશન વેડિંગ

ફાઇલ ફોટો

અભિનેત્રી હંસિકા મોટવાણી અને સોહેલ ખોતુરિયા ડિસેમ્બરમાં લગ્ન બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. કપલ પોતાના લગ્નની શરુઆત મુંબઈમાં 'માતાની ચોકી'થી કરશે. જોકે, બંને રાજસ્થાનમાં 'ડેસ્ટિનેશન વેડિંગ' કરશે.

    મુંબઈઃ અભિનેત્રી હંસિકા મોટવાણીના મુંબઈ સ્થિત બિઝનેસમેન સોહેલ ખોતુરિયા સાથે ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહી છે. તેમજ, આવતા અઠવાડિયેથી તેના લગ્નની તમામ વિધી પણ શરુ થઈ જશે.

    સૂત્રો અનુસાર માહિતી મળી છે કે, દંપત્તિ જયપુરમાં લગ્ન કરવાના છે. પરંતુ લગ્નની શરૂઆતની વિધી તેઓ મુંબઈમાં જ કરશે. અભિનેત્રી લગ્નની અન્ય વિધિ શરૂ થાય તે પહેલાી મુંભઈમાં 'માતાની ચોકી'નું આયોજન કરવાના છે. જ્યારે કપલના લગ્ન જયપુરમાં થશે. હંસિકા પોતે પણ તેણીના લગ્નની જર્નીની શરુઆત મુંબઈથી જ કરવા માંગે છે. તેથી જ તે આવતા અઠવાડિયે મુંબઈમાં 'માતાની ચોકી'નું આયોજન કરીને ભક્તિભાવ પૂર્વક લગ્નની શરુઆત કરવા જઈ રહી છે.

    આ પણ વાંચોઃ સૈફ અલી ખાનનો દીકરો પણ હવે ફિલ્મોમાં કરશે ડેબ્યૂ, કરણ જોહર કરશે ખાસ મદદ

    સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે કે, લગ્ન પહેલાની તમામ વિધી નજીકના મિત્રો અને પરિવાર સાથે જ કરવામાં આવશે. જેથી તમામ ધ્યાન ફક્ત લગ્ન ઉપર જ કેન્દ્રિત રહેશે. આ ક્યૂટ કપલ 4 ડિસેમ્બરની સાંજે લગ્ન કરશે. 3 ડિસેમ્બરે સવારે તેમની હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યુ છે અને એ જ દિવસે મ્હેંદી અને સંગીતનું પણ આયોજન કરવામાં આવશે. 2 ડિસેમ્બરે તે લોકોએ સુફી નાઇટ બુક કરી છે. આ સિવાય, 4 ડિસેમ્બરે સાંજે કેસિનો થિમ પર પોલો મેચ પણ યોજવામાં આવની છે. જાણવા મળી રહ્યુ છે કે આ કપલે પોતાના લગ્ન જયપુરના 450 વર્ષ જૂના મુંડોટાના કિલ્લામાં રાખી શકે છે.

    આ પણ વાંચોઃ 'શરમ તો તમને કોઈને આવતી નથી...' બિગ બોસે કન્ટેસ્ટેન્ટને આપી પહેલાવાર આવી સજા, હવે નહીં મળે આ સગવડ

    સૂત્રો અનુસાર, લગ્ન ફક્ત નજીકના સંબંધી અને મિત્રો વચ્ચે જ રાખવામાં આવશે. પરંતુ, કપલ ઈન્ડસ્ટ્રીમાંથી તેના નજીકના મિત્રોને પણ બોલાવી શકે છે. હંસિકા વ્યક્તિગત રીતે મહેમાનોના લિસ્ટ ઉપર કામ કરી રહી છે. અને તેણી પોતાના લગ્નના આયોજનમાં ખૂબ જ રસ લઈ રહી છે. એક્ટ્રેસના જીવનમાં આ એતક ખાસ પળ હશે અને તેણી તેના આ ખાસ પળને યાદગાર બનાવવા માટે વળગી રહી છે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Entertainment news, Hansika Motwani, બોલીવુડ, મનોરંજન

    विज्ञापन
    विज्ञापन