‘મરેંગે તો વહી જાકર જહાં જિંદગી હૈ...’ પ્રવાસી શ્રમિકોની વ્યથા રજૂ કરતી ગુલઝારની કવિતા!

News18 Gujarati
Updated: May 20, 2020, 3:51 PM IST
‘મરેંગે તો વહી જાકર જહાં જિંદગી હૈ...’ પ્રવાસી શ્રમિકોની વ્યથા રજૂ કરતી ગુલઝારની કવિતા!
ગુલઝારે પોતાની કવિતાના માધ્યમથી પ્રવાસી શ્રમિકોનું દુઃખ વ્યક્ત કર્યું છે, જુઓ VIDEO

ગુલઝારે પોતાની કવિતાના માધ્યમથી પ્રવાસી શ્રમિકોનું દુઃખ વ્યક્ત કર્યું છે, જુઓ VIDEO

  • Share this:
મુંબઈઃ લૉકડાઉન (Lockdown)ના આ દિવસોમાં દેશના કરોડો લોકો પોતપોતાના ઘરોમાં કેદ છે. પરંતુ આ દરમિયાન લાખો એવા પણ છે જે શહેરોમાં કોરોના વાયરસ (Coronavirus)ની સાથે જ ફેલાયેલી બેરોજગારી અને લાચારીના કારણે પોતપોતાના ઘરે પહોંચવા માટે પગપાળા રસ્તા પર ઊતરી આવ્યા છે. પ્રવાસી શ્રમિકો અને કારીગરી (Migrant Workers) પોતાના ખભે સામાન, બાળકો અને પરિવારોનો બોજો લઈ વતન તરફ જઈ રહ્યા છે. બસ-ટ્રેન શરૂ થવાની લાંબી રાહ જોયા બાદ આ શ્રમિકો હવે પગપાળા જ પોતાના વતન જઈ રહ્યા છે. એવા લાખો શ્રમિકોની કહાણી હિન્દી સિનેમાના જાણીતા લેખક ગુલઝાર (Gulzar)એ એક કવિતાના માધ્યમથી કહી છે. ગુલઝારની આ કવિતા હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

પોતાના 5 દશકના લાંબા સફરમાં ગુલઝાર હિન્દી સિનેમાનું એક મહત્વનું અને મોટું નામ રહ્યા છે. ફિલ્મોમાં લખેલા ડાયલોગથી લઈને તેમની વાર્તાઓ, સ્ક્રીન પ્લે અને ગીતો સુધી, તેમની કલામ હંમશાથી જ કંઈક એવું લખતી રહી છે જેણે હજારો-લાખોને પ્રેરણા આપી છે. પોતાની આ કવિતામાં પણ તેઓએ પ્રવાસી શ્રમિકોના દુઃખને વ્યક્ત કર્યું છે.

જુઓ ગુલઝારની આ કવિતા

ગુલઝારે આ પહેલા પણ ડ્યૂટી પર તૈનાત પોલીસકર્મીઓ વિશે પણ કેટલીક પંક્તિઓ લખી હતી.

આપસે એક જરૂરી બાત કહના કહૈ, કિ પુલિસ-મૈન એક મુહાફિજ કા નામ હૈ, હિફાજત કરને વાલે કા... વો એક મદદગાર હૈ, મદદ કરતા હૈ...
ઉસ મુહાફિજ કી, ઉસ મદદગાર કી, ઉસ પુલિસ-મૈન કી ઇજ્જત કરના, એહતરામ કરના, હર શહરી કા ફર્જ બનતા હૈઆ પણ વાંચો, 10 કરોડની બુલેટ પ્રૂફ કારમાં ફરે છે આમિર ખાન, શાહરૂખ પાસે છે સલમાનથી મોંઘી કાર

આ પણ વાંચો, ક્વૉરન્ટીન સેન્ટરમાં ‘ગાંજા પાર્ટી’, એક સાથે કશ ખેંચતા 5 યુવકોનો VIDEO VIRAL


First published: May 20, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading