સલમાનના ઘરે બોમ્બનો દાવો, "બે કલાકમાં બોમ્બ ફૂટશે, રોકી શકતા હોવ તો રોકી લો"

સલમાનના ઘરે બોમ્બનો દાવો, "બે કલાકમાં બોમ્બ ફૂટશે, રોકી શકતા હોવ તો રોકી લો"
સલમાન ખાન

મુંબઇ પોલીસ જ્યારે સલમાન ખાનના ઘરે ગઇ હતી ત્યારે સલમાન ખાન ઘરે નહતો.

 • Share this:
  યુપીના ગાઝિયાબાદના એક યુવકે બોલિવૂડ સ્ટાર સલમાન ખાન (Salman khan)ના ઘર પર બોમ્બ હોવાનો દાવો કર્યો. 16 વર્ષના યુવકે મુંબઇ (Mumbai)ની બંદ્રા પોલીસ સ્ટેશન પર મેલ મોકલીને સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ સ્થિત ઘરમાં બોમ્બ હોવાની વાત કરી હતી. હિંદુસ્તાન ટાઇમ્સની ખબર મુજબ ગાઝિયાબાદના 16 વર્ષીય યુવકે પોલીસને મોકલેલા મેલમાં તેવો દાવો કરવામાં આવ્યો હતો કે સલમાન ખાનના ઘરે બોમ્બ છે અને સાથે જ લખવામાં આવ્યું હતું કે બે કલાકમાં આ બૉમ્બ બ્લાસ્ટ થશે, રોકી શકો તો રોકી લો.

  રિપોર્ટ મુજબ સલમાન ખાનના ઘરે બોમ્બ હોવાનો મેલ 4 ડિસેમ્બર પોલિસને મોકલવામાં આવ્યો હતો. જે પછી મુંબઇ પોલીસ હાઇ એલર્ટ પર હતી. એડિશનલ પોલિસ કમિશ્નર ડૉક્ટર મનોજ કુમાર શર્માએ બોમ્બ સ્કોવર્ડ અને પોલીસ દળની એક ટુકડી સાથે સલમાન ખાનના ઘરે સર્ચ ઓપરેશન કરી ખાતરીપૂર્વક તપાસ કરી હતી.  મુંબઇ પોલીસ જ્યારે સલમાન ખાનના ઘરે ગઇ હતી ત્યારે સલમાન ખાન ઘરે નહતા. પોલીસની ટીમે સલમાન ખાનના પરિવાર સલમા ખાન, સલીન ખાન અને અર્પિતાને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા અને પછી અપોર્ટમેન્ટ ખાલી કરાવ્યું અને લગભગ 4 થી 5 કલાક સુધી સલમાન ખાનના ઘર તથા સમગ્ર અપાર્ટમેન્ટ સ્કેન કર્યું. એચટી રિપોર્ટ મુજબ બ્રાંદ્રા પોલિસે જણાવ્યું કે અમે સલમાન ખાન અને તેના અપાર્ટમેન્ટના દરેક ખૂણો તપાસ્યો, જેમાં 3 થી 4 કલાક લાગ્યા સંપૂર્ણ ખાતરી થયા પછી અમે તેમની ફેમલીને પાછી અપાર્ટમેન્ટમાં શિફ્ટ કરી. પોલીસ વધુમાં જણાવ્યું કે તપાસમાં બહાર આવ્યું કે આ ધમકી ફેક હતી. અને તે હવે ટેકનિકલ ઇન્ટેલીજન્સ દ્વારા મેલ મોકલનાર આરોપીને શોધી રહી છે.

  તપાસમાં આરોપી ગાઝિયાબાદનો એક સગીર યુવક નીકળ્યો છે. જેની વધુ તપાસ માટે એક ટીમને ગાઝિયાબાદ પણ મોકલવામાં આવી છે. 16 વર્ષના આ આરોપીને પોલીસે બ્રાન્દ્રા પોલિસ સમક્ષ રજૂ થવાની નોટીસ આપી છે. આ યુવકને હાલ જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. અને તેની સામે ચાર્જશીટ પણ પોલીસે દાખલ કરી હતી. જો કે કોર્ટ તે પછી આવું ફરી ન કરવાની બાહેંધરી લઇને આ યુવકને છોડી મૂક્યો છે.
  First published:December 14, 2019, 18:32 pm