Home /News /entertainment /ગૌહર ખાનના ઘરે નાના મહેમાનના થશે વઘામણા, લગ્નની વર્ષગાંઠના 5 દિવસ પહેલા આપી ખુશખબર
ગૌહર ખાનના ઘરે નાના મહેમાનના થશે વઘામણા, લગ્નની વર્ષગાંઠના 5 દિવસ પહેલા આપી ખુશખબર
ફોટોઃ @gauaharkhan
મુંબઈઃ બિગ બોસ 7ની વિનર ગૌહર ખાનના ઘરે જલ્દી નાનકડું મહેમાન આવવાનું છે. ગૌહર ખાન અને અને તેના પતિ જૈર દરબાર જલ્દી જ માતા-પિતા બનવાના છે. ગૌહર ખાને પોતાના સોશિયલ મીડિયા દ્વારા એક ખૂબ જ સુંદર વીડિયો શેર કર્યો છે.
મુંબઈઃ બિગ બોસ 7ની વિનર ગૌહર ખાનના ઘરે જલ્દી નાનકડું મહેમાન આવવાનું છે. ગૌહર ખાન અને અને તેના પતિ જૈર દરબાર જલ્દી જ માતા-પિતા બનવાના છે. ગૌહર ખાને પોતાના સોશિયલ મીડિયા દ્વારા એક ખૂબ જ સુંદર વીડિયો શેર કર્યો છે.
ગૌહર ખાને વીડિયો શેર કરીને લખ્યુ છે કે 'Bismillah hir Rhmaan nir Raheem, તમારા પ્રેમ અને આશીર્વાદની જરુર છે. લગ્નને લઈને આ સુંદર સફરના અહેસાસના સફર સુધી.' ગૌહરક ખાનની આ ખબરથી ફેન્સ ખુશીથી ઝુમી રહ્યા છે. લગ્નની વર્ષગાંઠના થોડા દિવસો પહેલા જ ગૌહરે પોતાના ફેન્સની સાથે આ ખુશી શેર કરી છે.
ગૌહર ખાને 25 ડિસેમ્બર 2020ના દિવસે જૈદ દરબારને કબૂલ હૈ કહીને પોતાનો હમસફર પસંદ કર્યો હતો. હવે લગ્નની બીજી વર્ષગાંઠના થોડા દિવસ પહેલા ગૌહરે માતા બનવાની ખબર શેર કરી છે. 39 વર્ષની ગૌહર હવે જલ્દી માતા બનવાની છે. ગૌહર અને જૈદના પરિવારમાં પ્રેગ્નેન્સીને લઈને જશ્નનો માહોલ છે. ગૌહર ખાન અને જૈદ દરબાર હવે જલ્દી માતા-પિતા બનવાના છે. ગૌહરે શેર કરેલા વીડિયો પર ફેન્સની શુભકામનાની હરોળ લાગી ગઈ છે.
ગૌહર ખાન અને જૈદ દરબારની લવસ્ટોરી પણ ખૂબ જ ફિલ્મી છે. બંનેની મુલાકાત સંયોગથી એક સુપરમાર્કેટમાં થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગૌહર ખાન સુપરમાર્કેટમાં શોપિંગ કરવા ગઈ હતી. જ્યાં જૈદે તેણીને જોઈ અને દિલ આપી બેઠા. જોકે, ગૌહરે જૈદ પર બિલકુલ ધ્યાન ના આપ્યુ અને શોપિંગ કરીને ઘરે જતી રહી.
ત્યારબાદ જૈદે ગૌહર ખાનને મેસેજ કર્યો. મેસેજમાં જૈદે ગૌહરને દુનિયાની સૌથી સુંદર છોકરી કહ્યુ. ગૌહરે પણ જૈદ સાથે વાત કરવાની શરુ કરી દીધી. લોકડાઉનમાં બંનેએ ઘણો લાંબો સમય સાથે વિતાવ્યો હતો અને લોન્ગ ડ્રાઈવ સાથે ઘણીવાર ડિનર ટાઈમ સ્પેન્ડ કર્યો. ત્યારબાદ બંનેએ 25 ડિસેમ્બર 2020એ લગ્ન કર્યા. હવે બંને માતા-પિતા બનવાના છે. જૈદ દરબાર એક કોરિયોગ્રાફર છે અમે મ્યુઝિક ડિરેક્ટર સ્માઈલ દરબારનો દીકરો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર