First Look : 'ગંગુબાઇ કાઠિયાવાડી'માં આલિયાનો દમદાર અંદાજ નજરે પડયો

News18 Gujarati
Updated: January 15, 2020, 1:17 PM IST
First Look : 'ગંગુબાઇ કાઠિયાવાડી'માં આલિયાનો દમદાર અંદાજ નજરે પડયો
ગંગુબાઇ કાઠિયાવાડી

"શક્તિ, તાકાત, ડર એક નજર હજાર ભાવનાઓ.."

  • Share this:
સંજય લીલા ભણસાલીની (Sanjay Leela Bhansali) ગત ત્રણ ફિલ્મોમાં દીપિકા પાદુકોણના અલગ અલગ અવતાર જોવા મળ્યા પણ હવે દીપિકાને છોડી ભણસાલીની નવી ક્વીન બની ગઇ છે અભિનેત્રી આલિયા ભટ્ટ (Ali Bhatt). આલિયા ભટ્ટને લઇને ભણસાલીની આવનારી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી (Gandgubai kathiawadi) નો પહેલો લૂક સામે આવ્યો છે. જેમાં આલિયા ભટ્ટ એકદમ દમદાર અંદાજમાં નજરે પડી રહી છે.

નિર્દેશક સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીમાં મુંબઇની માફિયા ક્વીન ગંગુબાઇના જીવન પર આધારીત છે. જે પહેલા એક સેક્સ વર્કર હતી અને પછી તે અંડરવર્લ્ડ ડોન બની ગઇ. આ ફિલ્મ હુસૈન જૈદીનું પુસ્તક માફિયા ક્વિન ઓફ મુંબઇ પર આધારિત છે. આ ફિલ્મના પહેલા પોસ્ટર લૂકમાં આલિયા ખૂબ જ દમદાર લૂકમાં જોવા મળે છે. આલિયા ભટ્ટે પણ સોશિયલ મીડિયામાં પોતાના આ લૂકને શેર કર્યો છે. જેમાં આલિયા ભટ્ટે કહ્યું કે શક્તિ, તાકાત, ડર એક નજર હજાર ભાવનાઓ..રજૂ છે ગંગુબાઇ કાઠિયાવાડીનો પહેલો લૂક.




 



View this post on Instagram




 

Here she is, Gangubai Kathiawadi 🌹 #SanjayLeelaBhansali @prerna_singh6 @jayantilalgadaofficial @bhansaliproductions @penmovies


A post shared by Alia ☀️ (@aliaabhatt) on








 




View this post on Instagram




 

Here she is, Gangubai Kathiawadi 🌹 #SanjayLeelaBhansali @prerna_singh6 @jayantilalgadaofficial @bhansaliproductions @penmovies


A post shared by Alia ☀️ (@aliaabhatt) on






ઉલ્લેખનીય છે કે પોસ્ટરની સાથે જ ફિલ્મની રીલિઝ ડેટ પણ બહાર આવી છે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં આલિયા સાથે અજય દેવગણ નજરે પડશે. ઉલ્લેખનીય છે કે લાંબા સમય પછી અજય દેવગણ અને સંજય લીલા ભણશાળી સાથે કામ કરશે. આ પહેલા ઐશ્વર્યા, સલમાન અને અજયની હમ દિલ દૈ ચૂકે સનમમાં અજય અને સંજયની જોડી નજરે પડી હતી. અજય આ ફિલ્મમાં ગંગુબાઇને ડોન બનવામાં મદદ કરતા નજરે પડશે. આલિયા ભટ્ટની ગંગુબાઇ કાઠિયાવાડી સાથે સંજય લીલા ભણસાલી સાથે ડાયરેક્ટર તરીકે પહેલી ફિલ્મ હશે.
First published: January 15, 2020, 1:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading