Home /News /entertainment /

ફિલ્મ રિલીઝ પહેલા જ મનોજ વાજપેયીએ જીત્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, ટ્રેલર રિલીઝ

ફિલ્મ રિલીઝ પહેલા જ મનોજ વાજપેયીએ જીત્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, ટ્રેલર રિલીઝ

બોલિવૂડમાં આમ તો આવર નવાર નવા નવા હિરો, હિરોઇન અને કલાકારની એન્ટ્રી થતી જ રહેતી હોય છે. જેમાંથી કોઇ હિટ રહે છે તો કોઇ ફ્લોપ. પણ જો તમે સ્ટાર કિડ નથી તો અહીં પહોંચવાનો રસ્તો એટલો પણ સરળ નથી. કેટલાક લોકોને વર્ષો સુધી સ્ટ્રગલ કરવી પડે છે. અને પછી પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુમનામીનું જીવન પસાર કરે છે. કેટલાકને ભારે મહેનત કર્યા પછી મળે છે મોટી સફળતા. આવા જ એક સ્ટાર છે મનોજ બાજપેયી જેમને અનેક સંધર્ષ પછી આજે પોતાની એક ઓળખ બનાવી છે. અને હાલ પોતાનો 51મો જન્મદિવસ (Manoj Bajpai Birthday) ઉજવી રહ્યા છે.

મનોજ વાજપેયીની આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

    મનોજ વાજપેયી, નીરજ કાબી અને રણવીર શૌરીની ફિલ્મ 'ગલી ગુલીયા-ઈન ધ સેડોઝ'નું ટ્રેલ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક સાયકોલોજીકલ ડ્રામા છે. જેમાં મનોજ વાજપેયીનો રોલ જબરદસ્ત છે. આ ફિલ્મ ભારતની બહાર અત્યાર સુધીમાં ફિલ્મ ફેસ્ટિવલમાં જબરદસ્ત પ્રદર્શન કરી ચુકી છે.

    'ગલી ગુલીયા-ઈન ધ સેડોઝ'નું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. આ ટ્રેલરમાં મનોજ વાજપેયી અને નીરજ કાબીનો ખુબ જ ઈંટેસ સીન છે, જે એક શાનદાર કહાની રજૂ કરે છે. આ ફિલ્મની કહાની જુની દિલ્હીની આસપાસ ફેરવવામાં આવી છે. ટ્રેલરમાં મનોજ એક બાળકને બચાવતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના ટ્રેલરને જોઈ તમારી ઉત્સુકતા હજુ વધવાની છે. થોડા દિવસ પહેલા મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં મનોજ વાજપેયીને આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

    જ્યારે ફિલ્મમાં પોતાની ભૂમિકા વિશે મનોજે કહ્યું કે, 'ગલી ગુલીયા-ઈન ધ સેડોઝ'માં મને સૌથી વધારે આકર્ષિત તેના કન્ટેન્ટે કર્યો હતો, જે રંગીન તસવીરની બીજી બાજુ ક્લોસ્ટ્રોફોબિક પક્ષને જુએ છે કે કેટલીક ફિલ્મો અતીતમાં જુની દિલ્હી સામે પ્રેજન્ટ થઈ છે.

    જણાવી દઈએ કે, મનોજ વાજપેયીની આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન દીપેશ જૈને કર્યું છે. આ ફિલ્મમાં શહાના ગોસ્વામી અને નવોદિત બાળ કલાકાર ઓમ સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે.

    Published by:kiran mehta
    First published:

    Tags: Manoj bajpayee, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन