સ્કીન રાઇટર જીશાન કાદરી વિરુદ્ધ FIR નોંધાઇ, 1.5 કરોડની છેતરપિંડીનો આરોપ

જીશાન કાદરી

જીશાન કાદરીની વિરુદ્ધ અંબાલી પોલીસ સ્ટેશન ધારા 420 હેઠળ છેતરપીંડિનો આરોપ નોંધવામાં આવ્યો છે.

 • Share this:
  ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર, છલાંગ અને હલચલ જેવી ફિલ્મો કરનાર સ્કીન રાઇટર જીશાન કાદરીની વિરુદ્ધ ફરિયોદ નોંધવામાં આવી છે. જાણકારી મુજબ જીશાનની વિરુદ્ધ અંબોલી પોલીસ સ્ટેશનમાં ધારા 420 હેઠળ છેતરપીંડીનો આરોપ નોંધવામાં આવ્યો છે. તેમની કંપની Friday to Friday એન્ટરટેનમેન્ટ પર દોઢ કરોડ રૂપિયાની હેરાફેરી કરવાનો આરોપ છે.

  આ મામલે જાણકારી આપતા પ્રોડ્યૂસર જતિન શેઠીએ જણાવ્યું કે તેમની કંપની નાદ ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસ અને જીશાન કાદરીની કંપની વચ્ચે પૈસાની આ ડીલ એક વેબ સીરિઝને લઇને થઇ હતી. પણ જીશાન કાદરીએ આ વેબ સીરીઝમાં આ પૈસાનું રોકાણ ના કર્યું.


  પ્રોડ્યૂસર જતિન શેઠી મુજબ જીશાન કાદરીની કંપનીમાં પ્રિયંકા બસી પણ સામેલ હતી. જો કે એફઆઇઆરમાં ખાલી જીશાન કાદરીનું જ નૈમ છે. પ્રિયંકા બસી એક્ટિંગ પણ કરી ચૂકી છે. અને હવે તે ડાયરેક્શન અને પ્રોડક્શનમાં જીશાનની સાથી છે.
  Published by:Chaitali Shukla
  First published: