1 Weekમાં ઠીક થઇ પરત ફરી કોરોના પોઝિટિવ ફિલ્મ પ્રોડ્યૂસરની દીકરી?

News18 Gujarati
Updated: April 10, 2020, 11:01 AM IST
1 Weekમાં ઠીક થઇ પરત ફરી કોરોના પોઝિટિવ ફિલ્મ પ્રોડ્યૂસરની દીકરી?
શજા મોરાની

કરીમ મોરાની પુત્રીની તબિયતમાં આવ્યો સુધાર, પરિવારજનો આપી જાણકારી.

  • Share this:
કોરોના વાયરસ (Coronavirus)નો કહેર હાલ પૂરા દેશમાં છવાયેલો છે. ભારતમાં જ અત્યાર સુધીમાં કોરોનાના કારણે 6412 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. ત્યાં જ આ જીવલેણ બિમારીએ 199 લોકોના પ્રાણ લીધા છે. જો કે આ વચ્ચે રાહતના સમાચાર તે પણ છે કે અનેક લોકો કોરોના પોઝિટિવથી ઠીક થઇને પણ પાછા ઘરે જઇ ચૂક્યા છે. અને આ લિસ્ટમાં જાણીતા ફિલ્મ પ્રોડ્યૂસર કરીમ મોરાની (karim Morani) પુત્રી શજા મોરાની (Shaza Morani) કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેના પછી તેની પૂરી ફેમિલિનો ટેસ્ટ થયો હતો. ત્યારે હવે કેટલાક મીડિયા રિપોર્ટમાં તેવો દાવો કરવામાં આવ્યા છે શજા મોરાની બિલકુલ ઠીક થઇને ઘરે પાછી ફરી છે.

તમને જણાવી દઇએ કે મુંબઇના જુહુમાં રહેતા પ્રોડ્યૂસર કરીમ મોરાનીની પુત્રી શજા મોરાનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પણ તેમનામાં કોઇ લક્ષણ નહતા દેખાતા. માટે 1 સપ્તાહની ટ્રીટમેન્ટ પછી હવે આ ટ્રીટમેન્ટનું તેમનું શરીર રિસ્પોન્સ કરવા લાગ્યો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટનું માનીએ તો પહેલા કોરોના પોઝિટિવ આવેલી શજાના હાલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

કરીમના પરિવારના નજીકના સોર્સે આ વાત જણાવી છે. તેમણે કહ્યું કે શજાની બીજી રિપોર્ટ નેગેટિવ આવી છે. પણ તે ફરી એક વાર ટેસ્ટ કરાવશે. જેથી ફાઇનલ રિપોર્ટ આવી શકે. આશા રાખીએ કે જો તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તો તેને જલ્દી જ રજા મળી જશે અને તે ઘરે પાછી જઇ શકશે. શજા પછી તેના પિતા કરિમ મોરાની અને બહેન જોઆ મોરાનીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જો કે તેમના લક્ષણ પણ સામાન્ય જ હતા. રિપોર્ટમાં તે પણ જાણવા મળ્યું છે કે શજા અને જોઆ બંને મુંબઇની બહાર યાત્રા કરીને આવ્યા છે. શજા શ્રીલંકા ગઇ હતી અને જોઆ રાજસ્થાન જઇને આવી છે.
First published: April 10, 2020, 10:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading