Home /News /entertainment /Shraddha Walker Murder: હચમચાવી નાંખનારા શ્રદ્ધા વાલકર મર્ડર કેસ પર બનશે ફિલ્મ, આ ડાયરેક્ટરે શરૂ કરી દીધું કામ

Shraddha Walker Murder: હચમચાવી નાંખનારા શ્રદ્ધા વાલકર મર્ડર કેસ પર બનશે ફિલ્મ, આ ડાયરેક્ટરે શરૂ કરી દીધું કામ

બોલીવુડે શ્રદ્ધા વાલકર હત્યાકાંડ પર ફિલ્મ બનાવવાની ઘોષણા કરી

Delhi Murder Case Movie: શ્રદ્ધા વાલકર હત્યાકાંડ પર ફિલ્મ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. ફિલ્મને લઇને કામ પણ ઘણી હદ સુધી શરૂ કરી દેવામાં આવ્યું છે.

    Who Killed Shraddha Walker: દિલ્હીના હચમચાવી નાંખનારા શ્રદ્ધા વાલકર હત્યાકાંડે આખા દેશને ચોંકાવી દીધો હતો. આ નિર્મમ હત્યાને લઇને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ આરોપીને સજા આપવાની માંગ કરી રહ્યો છે.

    આ વચ્ચે બોલીવુડે શ્રદ્ધા વાલકર હત્યાકાંડ પર ફિલ્મ બનાવવાની ઘોષણા કરી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર હચમચાવી નાંખનાર હત્યાકાંડ પર ફિલ્મ ડાયરેક્ટર મનીષ એફ સિંહે કામ પણ શરૂ કરી દીધું છે.

    આ પણ વાંચો :  VIDEO: ઉર્ફી જાવેદે ટૉપલેસ થઇને લટકાવ્યા માત્ર બે મોબાઇલ, ન દેખાવાનું બધુ દેખાઇ ગયું

    આ નામ પર બનશે ફિલ્મ


    રિપોર્ટ અનુસાર દિલ્હી હત્યાકાંડ પર નિર્માતા-નિર્દેશક મનીષ એફ સિંહ ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મનું વર્કિંગ નામ 'Who Killed Shraddha Walker'રાખવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર ફિલ્મ શ્રદ્ધા વાલકરના મર્ડર પર આધારિત હશે. આ ફિલ્મના સ્ક્રીનપ્લે પર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે તેમણે તે પણ સ્પષ્ટતા કરી કે સ્ક્રીનપ્લેને અંતિમ રૂપ ત્યાં સુધી નહીં આપવામાં આવે જ્યાં સુધી પોલીસ ચાર્જશીટ ફાઇલ ન થઇ જાય.

    આ પણ વાંચો :  Drishyam 2 Day 1 Box Office: અજય દેવગણની ફિલ્મે પહેલા જ દિવસે બનાવ્યો રેકોર્ડ, જાણો કેટલું રહ્યું કલેક્શન

    લવ જેહાદ હશે ફિલ્મનો મુદ્દો


    મનીષ એફ સિંહે પોતાની ફિલ્મને લઇને સ્પષ્ટતા કરી છે કે આ લવ જેહાદ પર હશે. યુવતીઓને ફસાવીને તેમનું જીવન બરબાદ કરનારાઓના કાવતરાઓ દુનિયા સામે લાવવામાં આવશે. સાથે જ શ્રદ્ધા વાલકર કેસ પર નહીં પરંતુ તેનાથી પ્રેરિત હશે. ફિલ્મને વૃંદાવન ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવશે. તેમાં કયા કલાકાર હશે તેના પર હજુ નિર્ણય લેવામાં નથી આવ્યો.



    શ્રદ્ધા વાલકર મર્ડર કેસને પણ લોકો લવ જેહાદનું નામ આપી રહ્યાં છે. જો કે તે કહેવુ વધુ ઉતાવળિયું કહેવાશે કારણ કે જ્યાં સુધી પોલીસ આ મામલે દરેક બાબતની તપાસ ન કરે, લોકોએ પોતાના જજમેન્ટ પર સંયમ લગાવવો જોઇએ. પોલીસ આ કેસને સોલ્વ કરવાનો પ્રયાસ કરી રહી છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood Movie, Murder case, Shraddha Murder Case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन