Workoutના વીડિયો શેર કરતા સ્ટારને ફરાહની ચેતવણી - "ફિગર કરતા પણ જરૂર કામ છે!"

News18 Gujarati
Updated: March 26, 2020, 4:56 PM IST
Workoutના વીડિયો શેર કરતા સ્ટારને ફરાહની ચેતવણી -
ફરાહ ખાન

"પ્લીઝ ખોટું ન માનતા પણ હું તમને અનફોલો કરી દઇશ." - ફરાહ ખાન

  • Share this:
કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ફિલ્મોથી લઇને ટીવી સુધી તમામ શૂટિંગ બંધ કરવામાં આવે છે. બોલિવૂડના તમામ સ્ટારે પોતાના ઘરમાં બંધ છે. અને પોતાના ઘરે આ સ્ટાર્સ પોતાના ફિગરને સાચવવા માટે અલગ અલગ પ્રકારના વર્કઆઉટ વીડિયો (Bollywood Stars Fitness Video) શેર કરતા રહે છે. પણ લાગે છે કે બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર ફરાહ ખાન (Farah Khan) આ વાત પસંદ નથી આવી. ફરહાન ખાન હાલમાં જ એક વીડિયો શેર કરીને બોલિવૂડના આ ફિટનેસ વીડિયો વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. જો કે ફરાહની આ વાત કેટરીના કૈફ (Katrina Khan video) અને સારા અલી ખાન (Sara ali khan) જેવી અભિનેત્રીને ખોટું લાગી શકે છે. જે અવાર નવાર પોતાના ફિટનેસ વીડિયો શેર કરતી રહે છે.

ફરાહ ખાને આ વીડિયો પોસ્ટમાં કહ્યું કે તમામ લોકો હાલ વીડિયો બનાવી રહ્યા છે તો મને થયું કે હું પણ એક વીડિયો બનાવી લઉં. લોકોની સેફ્ટી અને સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને મારી તે તમામ સેલેબ્રિટી અને સ્ટાર્સને વિનંતી છે કે તે પ્લીઝ પોતાના વર્કઆઉટ વીડિયો બનાવાનું બંધ કરે. હું સમજી શકું છું કે તમારી પાસે તમામ સુવિધાઓ છે અને તમારી પાસે આ ગ્લોબલ પેનડેમિકના સમયે ફિગરની ચિંતા કરવા સિવાય કંઇ નથી પણ આ સમયે અનેક લોકો પાસે આનાથી પણ મોટી સમસ્યા છે. તો પ્લીઝ અમારી પર રહેમ કરો. અને વર્કઆઉટનો વીડિયો બંધ કરો. જો તમે નથી રોકાઇ શકતા તો પ્લીઝ ખોટું ન માનતા પણ હું તમને અનફોલો કરી દઇશ."


જો કે ફરાહના આ વીડિયો પર બોલિવૂડના સ્ટાર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તબૂને ફરાહનો આ અંદાજ ખૂબ જ પસંદ આવ્યો તો અર્જૂન કપૂરે તો ફરાહને જ કસરત કરવાની સલાહ આપી દીધી. આ સિવાય કરણ જોહર, શિલ્પા શેટ્ટી, સોનમ કપૂર, મલાઇકા અરોરા જેવા સ્ટાર્સે પણ ફરાહની પોસ્ટ પર કમેન્ટ કરી છે.
ફરાહ ખાન પર સ્ટાર્સની કોમેન્ટ


તમે જાણતા જ હશો કે કોરોના વાયરસના કારણે એક તરફ જ્યાં દુનિયામાં અનેક લોકોની મોત થઇ છે ત્યાં જ આર્થિક રીતે પણ કોરોના વાયરસે ખૂબ જ મોટું નુક્શાન કરી રહ્યું છે. અનેક લોકોના ધંધો વેપાર આ લોકડાઉનના કારણે બંધ છે. અને રોજ મહેનત કરી રોજ કમાણી કરતા મજૂરો અને ગરીબ પરિવારોની સ્થિત ખરેખરમાં ખરાબ છે.
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर