Home /News /entertainment /

જયા બચ્ચન જ નહી આ ફેન પણ અમિતાભ બચ્ચન માટે રાખે છે વર્ષોથી કરવાચોથનું વ્રત!

જયા બચ્ચન જ નહી આ ફેન પણ અમિતાભ બચ્ચન માટે રાખે છે વર્ષોથી કરવાચોથનું વ્રત!

પૂરો દિવસ નિર્જળ રહ્યા બાદ સરિતા પતિ ગોવર્ધનનો ચહેરો જોઈ વ્રત તોડે છે. તો ગોવર્ધન બિગ બીનો ફોટો જોઈ વ્રત ખોલે છે.

પૂરો દિવસ નિર્જળ રહ્યા બાદ સરિતા પતિ ગોવર્ધનનો ચહેરો જોઈ વ્રત તોડે છે. તો ગોવર્ધન બિગ બીનો ફોટો જોઈ વ્રત ખોલે છે.

    એક ફેન પોતાના ફેવરેટ સ્ટાર માટે શું કરી શકે છે. તેને શબ્દોથી વર્ણવી નથી શકાતું. કારણ કે પ્રેમ એક એવી વસ્તુ છે, જે તમામ વસ્તુ કરાવી શકે છે. બોલીવુડમાં શાહરૂક, સલમાન, આમિરને પણ આવો જ પ્રેમ મળે છે. પરંતુ કેટલાક દશકાથી દર્શકોને એન્ટરટેન કરતા આવી રહેલા અમિતાભ બચ્ચન આ મામલામાં તમામ સ્ટાર્સથી બે ડગલા આગળ રહ્યા છે. કારણ કે તેમના ફેન્સ તેમને પ્રેમ સાથે સન્માનમાં એક અલગ જ લેવલ પર પહોંચેલા છે. આ અલગ લેવલની ઊંચાઈ એ છે કે, બીગ બીનો એક ફેન વર્ષ 2005થી તેમના લાંબા આયુષ્ય માટે દર વર્ષે કરવાચોથનું વ્રત રાખે છે.

    જીહાં, જયા બચ્ચન સિવાય જે વ્યક્તિ અમિતાભ બચ્ચનના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે, તે બીગ બીનો મોટો ફેન છે. બરેલીનો રહેવાસી ગોવર્ધન ભોજવાની નાનપણથી જ અમિતાભનો મોટો ફેન છે. પરંતુ કરવાચોથ રાખવાની પ્રેરણા તેમને બીગ બીની જ એક ફિલ્મ જોવાથી મળી હતી. આ ફિલ્મ હતી બાગબાન. આ ફિલ્મમાં હેમા માલિની અને અમિતાભે એક-બીજા માટે કરવાચોથનું વ્રત રાખ્યું હતું. આ જોઈ ગોવર્ધન પણ પ્રેરિત થયો અને બિગ બી માટે વ્રત રાખવા લાગ્યો.



    વ્રતની વિધિ અને પૂજા પાઠમાં ગોવર્ધનની પત્ની સરિતા તેને પૂરો સાથ આપે છે. પૂરો દિવસ નિર્જળ રહ્યા બાદ સરિતા પતિ ગોવર્ધનનો ચહેરો જોઈ વ્રત તોડે છે. તો ગોવર્ધન બિગ બીનો ફોટો જોઈ વ્રત ખોલે છે. ગોવર્ધનની તસવીર જુઓ તો તેણે પણ પોતાનો લૂક અમિતાભ બચ્ચન જેવો કરી લીધો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bareilly, Fan, From, અમિતાભ બચ્ચન, બોલીવુડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन