Home /News /entertainment /Exclusive: રાજ કુન્દ્રાને HotHitથી રોજ થતી હતી 1-10 લાખની કમાણી, સામે આવી બેન્ક ડિટેલ્સ
Exclusive: રાજ કુન્દ્રાને HotHitથી રોજ થતી હતી 1-10 લાખની કમાણી, સામે આવી બેન્ક ડિટેલ્સ
ઇન્ડિયન એક્સપ્રેસના અનુસાર, આ કેસની તપાસ કરતી મુંબઈ ક્રાઇમ બ્રાંચે માહિતી આપી હતી કે, કેનરીન પ્રાઈવેટ લિમિટેડ રાજ કુંદ્રાના વિઆન ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા 13 બેંક ખાતાઓમાં પૈસા મોકલતી હતી. આ પછી રકમ કુંદ્રાના અંગત ખાતામાં મોકલવામાં આવતી હતી. તેમણે કહ્યું કે, આ નાણાં 'સોફ્ટવેર મેન્ટેનન્સ'ના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, તેઓ કુંદ્રા અને તેની સાથે જોડાયેલી કંપનીઓના ખાતાઓનું ફોરેન્સિક ઓડિટ કરશે.
Raj Kundra Hothit Revenue: રાજ કુન્દ્રાએ હોટહિટના બિઝનેસમાં 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેની સામે રોજ થતી હતી લાખોમાં આવક
Raj Kundra Bank Details: જાણીતા બિઝનેસમેન અને બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ને કોર્ટે 23 જુલાઈ સુધી જ્યૂડિશિયલ કસ્ટડી (Judicial Custody till July 23) માં મોકલી આપ્યા છે. રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મ બનાવવા અને ઓનલાઇન એપના માધ્યમથી પબ્લિશ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મામલાની તપાસ હજુ ચાલી રહી છે, આ દરમિયાન News18ને એક્સક્લૂસિવ બેંક ડિટેલ્સ હાથ લાગી છે અને તે દર્શાવે છે કે એક દિવસમાં હોટહિટ (HotHit)થી રાજ કુન્દ્રા અને તેની કંપનીને કેટલી કમાણી થતી હતી.
આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ News18ને એક્સક્લૂસિવ બેંક ડિટેલ્સ હાથ લાગી છે. જે મુજબ, હોટહિટ (HotHit)થી રાજ કુન્દ્રા અને તેની કંપનીને રોજ 1થી 10 લાખ રૂપિયા સુધીની આવક થતી હતી અને આ રૂપિયાને બેંક ટ્રાન્સફર કરવામાં આવતી હતી.
તાજેતરના રિપોર્ટ મુજબ, રિપૂ સૂદાન બાલકૃષ્ણ કુન્દ્રા ઉર્ફે રાજ કુન્દ્રાએ યૂકે સ્થિત એક કંપની કેનરિન પ્રાઇવેટ લિમિટેડને એપ વેચી દીધી હતી, જેનું સ્વામિત્વ તેના બનેવી પ્રદીપ બખ્શીની પાસે હતું. રાજે જોકે મુંબઈથી ગતિવિધિઓને નિયંત્રિત કરી દીધી હતી.
ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, રાજ કુન્દ્રાએ આ બિઝનેસમાં 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, આ ફેબ્રુઆરીમાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે કુન્દ્રાની કંપનીના તાર આ મામલા સાથે જોડાયેલા હતા, પરંતુ સીધી લિંક ન હોવાના કારણે ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી ગઈ હતી અને પુરાવા મળ્યા બાદ તેમની ધરપકડ કરી.
તપાસમાં ખુલાસો થયો છે કે, કેટલાક નાના કલાકારોને વેબ સિરીઝ અન શોર્ટ ફિલ્મમાં કામ કરવાની તક આપવાની લાલચ આપવામાં આવતી હતી. ત્યારબાદ તેમને ઓડિશનના નામે કેટલાક શોટ્સ લેવામાં આવતા હતા. આ શોટ્સમાં થોડો બોલ્ડ સીન કરવા પડતા હતા. આ બોલ્ડની વ્યાખ્યા પહેલી સેમી ન્યૂડ અને બાદમાં ફુલ ન્યૂડ થઈ ગઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર