રાહુલ બોસને 442 રૂપિયામાં બે કેળા વેચવા હોટલને મોંઘા પડ્યા, ફટકારાયો દંડ

જો કે આ મામલે હવે ફેડરેશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોર્ન્ટ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા એટલે કે FHRAI એ બંને હોટલનો બચાવ કર્યો છે. અને સાથે જ હોટલમાં આટલી મોંઘી ખાવા પીવાની વસ્તુઓ કેમ મળે છે તેનું ગણિત સમજાવવાનો પ્રયાસ પણ કર્યો છે. તેમણે કહ્યું કે હોટલ અને દુકાનમાં અંતર છે. અમે અહીં ફળ કે શાક નથી વેચતા અમે અહીં હોટલ એકોમોડેશન અને રેસ્ટોર્ન્ટ સર્વિસ આપીએ છીએ.

આ પહેલા એક વીડિયો ટ્વીટ કરી અભિનેતાએ ચંદીગઢના આ ફાઈવ સ્ટાર હોટલ પર બે કેળા માટે 442 રૂપિયા વસૂલવાનો આરોપ લગાવતા તેના પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી

 • Share this:
  ચંદીગઢની ફાઈવ સ્ટાર હોટલ JW Mariottને બે કેળા માટે 442 રૂપિયા વસીલવા મોંઘા પડ્યા છે. અભિનેતા રાહુલ બોસ તરફથી કરવામાં આવેલી ફરિયાદ પર કાર્યવાહી કરતા એક્સાઈઝ અને ટેક્સેસન ડિપાર્ટમેન્ટે હોટલને સીજીએસટીની કલમ 11 મુજબ દોષી માન્યા છે. આમાં વિભાગે છૂટવાળી વસ્તુ પર ગેરકાયદે ટેક્સ વસુલવાને લઈ હોટલને 25000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

  ઉલ્લેખનીય છે કે, આ પહેલા એક વીડિયો ટ્વીટ કરી અભિનેતાએ ચંદીગઢના આ ફાઈવ સ્ટાર હોટલ પર બે કેળા માટે 442 રૂપિયા વસૂલવાનો આરોપ લગાવતા તેના પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે, જીમ કર્યા બાદ તેમણે હોટલના પ્રશાસન પાસે બે કેળાની માંગ કરી હતી. તો હોટલે બે કેળા તો મોકલાવ્યા પરંતુ સાથે હોટલે 442 રૂપિયાનું બિલ મોકલાવ્યું. હવે આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે.

  આ પહેલા આ મામલો ટ્વીટર પર જબરદસ્ત ટ્રોલ થયો હતો. લોકોએ રાહુલના પક્ષમાં અને વિપક્ષમાં જબરદસ્ટ ટ્વીટ કર્યું હતું.  સોશિયલ મીડિયા યૂઝર્સ લક્ઝરી હોટલની મનમાની કિંમતો પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. Seaxcape નામના એક ટ્વીટર યૂઝર્સે લખ્યું કે, મને નથી ખબર કે, સેલિબ્રીટી ટેગ આ કિંમત સાથે આવે છે. અસીમ યાદવે લખ્યું, જો તમે બનાના શેક માંગ્યો હોત તો, તેની કિંમત અગામી આઈફોનના કિંમત બરાબર હોત.  વરૂણ અત્રીએ લખ્યું, પ્રશ્ન એ છે કે, શું તેમણે આ કેળા ઓસ્ટ્રેલિયાથી ઈમ્પોર્ટ કરાવ્યા હતા. ઋષિકેશે લખ્યું, સારૂ કર્યું તમે આ વીડિયો શેર કર્યો. ભવિષ્યમાં અમને ખબર પડે કે, ક્યાં ન જવું જોઈએ.  તો ડોક્ટર રવિ મહેતાએ લખ્યું કે, તમે એક મોંઘી હોટલ ચેનના સૌથી લક્ઝરી રૂમમાં રહો છો, અને પછી કેળા માટે લેવામાં આવતી કિંમત પર રુવો છો. શું એક રાત ઊંઘવા માટે 25 હજાર રૂપિયા ચુકવવા વ્યાજબી છે? જે આ દેશના કેટલાએ લોકોનો મહિનાના પગાર કરતા બે ઘણી કિંમત છે. તે તમારી પાસેથી પૈસા લે છે કારણ કે, તમે પૈસા આપો છો.
  Published by:kiran mehta
  First published: