Home /News /entertainment /ઘરથી ભાગી, જેલ ગઈ, ફિલ્મોમાં પણ કર્યુ કામ, કંઈક આવી હતી પહેલી મિસ ઈન્ડિયાની લાઈફ

ઘરથી ભાગી, જેલ ગઈ, ફિલ્મોમાં પણ કર્યુ કામ, કંઈક આવી હતી પહેલી મિસ ઈન્ડિયાની લાઈફ

જ્યારે મિસ ઈન્ડિયાનો તાજ પહેર્યો ત્યારે પ્રમિલા ગર્ભવતી હતી

First Miss India: 1962માં પ્રમિલાના પતિ સૈયદ હસન અલી ઝૈદી પાકિસ્તાન ગયા, જ્યારે પ્રમિલા ભારતમાં જ રહી. પરંતુ, પતિ પાકિસ્તાન ગયા બાદ પ્રમિલાએ અભિનય અને પ્રોડક્શનથી દૂરી બનાવી લીધી. જીવનની અંતિમ ક્ષણોમાં તે 6 વર્ષ સુધી એકલી રહી, 89 વર્ષની વયે તેણીએ આ દુનિયાને અલવિદા કહી દીધું.

વધુ જુઓ ...
મુંબઈઃ શું તમે જાણો છો ભારતની પહેલી મિસ ઈન્ડિયા વિશે? તે જ, જે દેશભરમાં પ્રમિલા તરીકે જાણીતી છે, જે બોલિવૂડની સ્ટંટ વુમન તરીકે પણ જાણીતી છે. ભારતમાં પ્રમિલા તરીકે જાણીતી ભારતની પહેલી મિસ ઈન્ડિયાનું નામ એસ્થર વિક્ટોરિયા અબ્રાહમ હતું, જેણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને હિન્દી સિનેમાની પ્રથમ સફળ મહિલા પ્રોડ્યુસર પણ બની હતી. ટેલેન્ટેડ અને સુંદર પ્રમિલા તેના સમયમાં કેટલાક ખૂબ જ બોલ્ડ નિર્ણયોને કારણે હેડલાઈન્સમાં રહી, પરંતુ તેને વિવાદોથી પણ તેનો કંઈ ઓછો નિષ્બત નહતો. બોલિવૂડમાં કામ કરવા માટે એસ્થર તેના પરિવારથી દૂર થઈ ગઈ હતી. તો ચાલો આજે તમને દેશની પ્રથમ મિસ ઈન્ડિયા વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.

એસ્થર વિક્ટોરિયા અબ્રાહમને દેશના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઈએ મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવ્યો હતો. પરંતુ એ જ મોરારજીએ તેને પાકિસ્તાની જાસૂસ હોવાની શંકામાં જેલમાં પણ નાખી હતી. કોલકાતામાં એક યહૂદી પરિવારમાં જન્મેલી પ્રમિલાએ બોલિવૂડમાં કારકિર્દી બનાવવા માટે 17 વર્ષની ઉંમરે બધુ છોડીને બોમ્બે ભાગી ગઈ હતી. અહીં તેણે ટ્રાવેલિંગ થિયેટર કંપનીમાં ફિલર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચોઃ હદથી વધારે ટાઇટ કપડામાં સોનાક્ષીએ આપ્યા સુપર બોલ્ડ પોઝ, તો ફેન્સ બોલી ઉઠ્યા...બાપ રે VIDEO તો જુઓ

પ્રોજેક્ટર બદલતી વખતે પ્રેક્ષકોના મનોરંજન માટે વપરાય છે

પરંતુ, જ્યારે પ્રોજેક્ટરની રીલ બદલાતી ત્યારે પ્રમિલા પ્રેક્ષકોને કંટાળો ન આવે તેનું પૂરેપૂરું ધ્યાન રાખતી. આવી સ્થિતિમાં તેણે દર્શકોને 15 મિનિટ સુધી પોતાના ડાન્સથી જકડી રાખ્યા હતા. એક દિવસ જ્યારે પ્રમિલા બોમ્બેની મુલાકાતે આવી રહી હતી ત્યારે તેની મુલાકાત ડિરેક્ટર આર્દેશિર ઈરાની સાથે થઈ. તેણે પોતાની ફિલ્મમાં પ્રમિલાને કામ આપ્યું, પરંતુ આ ફિલ્મ ક્યારેય બની શકી નહીં.

આ પણ વાંચોઃ 'તેણે મને ખૂબ માર્યો...' પઠાણની સફળતા દરમિયાન શાહરુખ ખાને આપ્યુ ચોંકાવનારુ નિવેદન

1935માં ભીખારણથી ડેબ્યૂ કર્યું

આનાથી પ્રમિલા ખૂબ જ નિરાશ થઈ, પરંતુ તેની ફિલ્મી કારકિર્દી બીજી ફિલ્મથી શરૂ થઈ. તેણે 1935માં ભિખારણથી તેની ફિલ્મી સફર શરૂ કરી અને તેણીએ બેક ટુ બેક ઘણી હિટ ફિલ્મો આપી. 1939માં પ્રમિલાએ સૈયદ હસન અલી ઝૈદી સાથે લગ્ન કર્યા. જે પછી પ્રમિલાએ તેના પતિની પ્રોડક્શન કંપનીમાં પ્રોડ્યુસર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.



31 વર્ષની ઉંમરે દેશની પ્રથમ મિસ ઈન્ડિયા

પ્રમિલા જ્યારે 31 વર્ષની હતી ત્યારે તેને દેશની પ્રથમ મિસ ઈન્ડિયા તરીકે પસંદ કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે જ્યારે તેણે આ ખિતાબ જીત્યો ત્યારે તે ગર્ભવતી હતી. આટલું જ નહીં 20 વર્ષ પછી પ્રમિલાની દીકરી નાકીએ પણ આ ટાઈટલ જીત્યું. બીજી તરફ પ્રમીલા તરફ એક મુશ્કેલી આવી રહી હતી. મહારાષ્ટ્રના તત્કાલીન સીએમ મોરારજી દેસાઈએ તેણીને જાસૂસ કહીને જેલમાં ધકેલી દીધા હતા. જોકે, પાછળથી સાબિત થયું કે તે જાસૂસી માટે નહીં પણ ફિલ્મના પ્રમોશન માટે પાકિસ્તાન ગઈ હતી. પ્રમિલાએ 2006માં આ દુનિયાને અલવિદા કહી દીધું.
First published:

Tags: Bollywood બોલિવૂડ, Entertainment news, Miss India, મનોરંજન