Coronavirus : ઘરમાં કંટાળી રહેલા લોકો માટે આ ઓનલાઇન પ્લેટફોર્મે 2 મહિનાનું ફ્રી સબ્સક્રિપ્શન આપ્યું

Coronavirus : ઘરમાં કંટાળી રહેલા લોકો માટે આ ઓનલાઇન પ્લેટફોર્મે 2 મહિનાનું ફ્રી સબ્સક્રિપ્શન આપ્યું
તાપસી પન્ની અને વિક્કી કૌશલ

આ ઓનલાઇન પ્લેટફોર્મે 2 મહિનાનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહ્યું છે, જેથી તમે ઘરે બેઠા કંટાળો નહીં!

  • Share this:
    દુનિયામાં કોરોના વાયરસ (Coronavirus)ના કારણે સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. ભારતમાં પણ કોરોના કારણે લોકો ભીડથી દૂર રહી ઘરથી કામ કરી રહ્યા છે. સરકાર પણ લોકોને ભીડથી દૂર ઘરમાં રહેવાની જ સલાહ આપી રહી છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી દેશમાં 150 કેસ આવી ચૂક્યા છે. અને 3 લોકોની મોત થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે અલગ અલગ રાજ્ય સરકારને કોરોના વાયરસના કારણે જે જરૂરી પગલાં લેવા પડે તે ઉઠાવવા માટે તૈયાર રહેવાનું કહ્યું છે. લોકો સામાજિક પ્રસંગે ભેગા થવાનું, ટ્રાવેલિંગ ટાળી રહ્યા છે. જો કે આ તમામ સાવચેતીના પગલાની સાથે તે વાત પણ એટલી જ સાચી છે કે આખો દિવસ ઘરે રહેવાથી લોકો કંટાળી રહ્યા છે. અને મનોરંજન માટે ઇન્ટરનેટ ફંફોળી રહ્યા છે.

    વળી ટીવી સીરિયલ્સ પણ રીપિટ જ આવી રહી છે. કારણે કે ટીવી અને ફિલ્મોનું શૂટિંગ હાલ સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યું ચે. ત્યારે ઘરે બેઠેલા દર્શકોનો કંટાળો દૂર કરવા અને તેમને મનોરંજનની પૂરતી તક મળે તે વિચારથી કેટલીક ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ દર્શકો માટે ખાસ ઓફર લઇને આવી રહી છે. વળી ઘરે બેઠેલા લોકો માટે આ જ ઓનલાઇન પ્લેટફોર્મ કામની વસ્તુ સાબિત થઇ રહ્યા છે. તેવામાં ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઇરોસ નાઉ (Eros Now) લોકોના મનોરંજનની ધ્યાન રાખીને 2 મહિના માટે ફ્રી સબ્સકિપ્શન આપવાની જાહેરાત કરી છે.



    આ અંગે ઇરોસ નાઉ તેના અધિકૃત સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જાહેરાત કરી છે. ઇરોસ નાઉ જણાવ્યું છે કે લોકોના મનોરંજન માટે બે મહિનાનું સબસ્ક્રિપ્શન આપ્યું છે. ઇરોસ નાઉ એક વીડિયો શેર કરીને તાપસી પન્નુ અને વિક્કી કૌશલનો એક વીડિયો પણ આ જાહેરાત સાથે મૂક્યો છે. જેમાં તાપસી વિક્કીને કેટલીક જવાબદારી વિષે જણાવી રહી છે.




    આ વીડિયોને ટ્વિટ કરતા ઇરોસ નાઉ લખ્યું છે કે વિક્કી જેવા મત બનો પરિવારના Quarantine Time સરળ બનાવો. અમે તમારા માટે બે મહિનાનું ફ્રી સબ્સક્રિપ્શન લાવ્યા છે. STAYSAF કોડનો ઉપયોગ કરો અને પોતાની મનગમતી ફિલ્મ અને શો દેખો. સુરક્ષિત રહો અને ઇરોસ નાઉની સાથે મનોરંજનને માણો.
    Published by:News18 Gujarati
    First published:March 19, 2020, 11:42 am

    ટૉપ ન્યૂઝ