કંગનાએ પ્રશ્નોના જવાબ આપવાને બદલે પત્રકાર પર આરોપ મૂક્યો હતો. તેમણે પત્રકારને સારા અને ખરાબ કહ્યાં અને અયોગ્ય વર્તન કર્યુ. ત્યારબાદ તેને માફી માંગવાની પણ ના પાડી. હવે તેણે એન્ટરટેઇનમેન્ટ જર્નાલિસ્ટ ગિલ્ડ ઓફ ઇન્ડિયાથી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.
ફિલ્મ 'ઝઝમેન્ટલ હૈ ક્યા' ના સોન્ગ લોન્ચિંગ દરમિયાન પત્રકાર જસ્ટીન રાવના પ્રશ્નનો જવાબ આપવાને બદલે અભિનેત્રી કંગના રનોટે તેના પર આક્ષેપ મૂક્યો હતો. ત્યરબાદ તેણે માફી માંગવાની પણ ના પાડી. કંગનાના આ વર્તન પછી એન્ટરટેઇનમેન્ટ જર્નાલિસ્ટ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.
કંગના રનોટની તમામ ફિલ્મો અને કાર્યક્રમોનો બહિષ્કાર કરશે પત્રકાર
ભારતના એન્ટરટેઇનમેન્ટ જર્નાલિસ્ટ ગિલ્ડનું કહેવું છે કે તેઓ આગામી આવનારી ફિલ્મો અને કાર્યક્રમોનો બહિષ્કાર કરશે. મંગળવારે ગિલ્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

પત્રકારોએ સામૂહિક રીતે નિર્માતા એકતા કપૂરને તેના નિર્ણયને સોપ્યો હતો. તેમાં તેમણે સત્તાવાર રીતે કંગનાના વર્તન વિશે ચિંતા વ્યક્ત કરી હતી. કંગનાએ 7 જુલાઈના રોજ પત્રકાર સાથે આ વર્તન કર્યું હતું.
આ પણ વાંચો: રિપોર્ટર સાથે બાખડી કંગના, મારા વિશે આટલું એલફેલ કેવી રીતે લખી શકે?
એકતા કપૂરે પોતે માફી માંગવાની કરી રજૂઆત
અહેવાલો અનુસાર, એકતા કપૂરે પત્રકારોને કહ્યું છે કે જે પત્રકારો સાથે થયું એ કર્યું તેની માટે પોતે માફી માંગવા તૈયાર છે અને ટૂંક સમયમાં જ લેખિત માફી રજુ કરશે. પરંતુ કંગના રનોટ પત્રકાર સામે માફી માંગવા તૈયાર નથી.
કંગનાની બહેન રંગોલીએ કહ્યું કે તેની બહેન કોઈની પણ માફી માંગશે નહીં. તેમણે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરતા લખ્યું - "એક વસ્તુનું હું વચન આપું છું કે કંગના તરફથી માફી મળશે નહીં ... તમે ખોટી વ્યક્તિ પાસે માફી માંગી છે."