બોલિવૂડમાં ડ્રગ્સ : દીપિકા પાદુકોણની શનિવારે પૂછપરછ, આ સવાલ પૂછી શકે છે NCB

બોલિવૂડમાં ડ્રગ્સ : દીપિકા પાદુકોણની શનિવારે પૂછપરછ, આ સવાલ પૂછી શકે છે NCB
દીપિકા પાદુકોણ ફિલ્મના શૂટિંગ માટે ગોવામાં હતી પણ એનસીબીની નોટિસ મળ્યા પછી ગુરુવારે ગોવાથી મુંબઈ આવી પહોંચી

દીપિકા પાદુકોણ ફિલ્મના શૂટિંગ માટે ગોવામાં હતી પણ એનસીબીની નોટિસ મળ્યા પછી ગુરુવારે ગોવાથી મુંબઈ આવી પહોંચી

 • Share this:
  મુંબઈ : બોલિવૂડ (Bollywood)અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસની (Sushant Singh Rajput Suicide Case)તપાસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા પછી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (Narcotics Control Bureau)પોતાની તપાસ ઝડપી બનાવી છે. હવે એજન્સીએ ડ્રગ્સ એંગલ પર ફોક્સ કરી દીધો છે.

  ડ્રગ્સ કેસમાં (Drug Case)એનસીબી ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણની (Deepika Padukone)26 સપ્ટેમ્બરને શનિવારે પૂછપરછ કરશે. તે ફિલ્મના શૂટિંગ માટે ગોવામાં હતી પણ એનસીબીની નોટિસ મળ્યા પછી ગુરુવારે ગોવાથી મુંબઈ આવી પહોંચી છે. NCBએ તેને પુછનારા સવાલોની લિસ્ટ તૈયાર કરી લીધી છે.  NCB દીપિકાને આવા સવાલો પુછી શકે છે

  - દીપિકા પોતાના અને પોતાના પરિવાર વિશે બતાવો.

  - પોતાનો મોબાઈલ નંબર બતાવો અને તે કેટલા સમયથી ઉપયોગ કરી રહી છે.

  - શું 2017માં પણ તમારી પાસે આ જ મોબાઈલ નંબર હતો.

  - કરિશ્મા કેટલા સમયથી તમારી ટેલેન્ટ મેનેજર છે.

  - કરિશ્મા તમારી સાથે ક્યાં-ક્યાં શૂટિંગ દરમિયાન આવી હતી

  આ પણ વાંચો - બોલિવૂડમાં ડ્રગ્સ: NCBના રડારમાં 50 સેલિબ્રિટીઝ, પ્રોડ્યૂસર અને ડિરેક્ટર

  - 2017માં કોકો ક્લબની પાર્ટી કોણે આર્ગેનાઇઝેશન કરાવી હતી. આ પાર્ટીમાં કયા-કયા સ્ટાર્સ સામેલ હતા?

  - તમારી 2017ની આ ચેટ્સ મળી છે તેના વિશે જણાવો. અમિત અને શેલ કોણ છે અને તમે તેને કઈ રીતે જાણો છો?

  - તમે આ ચેટમાં હશ માંગી રહ્યા છો. માલની વાત કરી રહ્યા છો તે વિશે એક્સપ્લેન કરો.

  - હશનો મતલબ શું છે? શું તમે હશીસ ડ્રગ્સ વિશે જણાવી રહ્યા છો?

  - તમે હશ કોના માટે માંગી રહ્યા છો?

  - શું ડ્રગ્સને પોતાની પાસે રાખવા માટે ડિમાન્ડ કરી રહી હતી કે આગળ કોઈને સપ્લાઇ કરવા માટે?

  - શું તમે ડ્રગ્સનું સેવન કરો છો? જો સેવન કરો છો તો ક્યારેક-ક્યારેક કે ખાસ પ્રસંગ પર? પ્રથમ વખત ડ્રગ્સ ક્યારે લીધું હતું?

  - તમારી ટેલેન્ટ મેનેજર શરૂઆતથી જ કરિશ્મા છે કે પહેલા કોઈ બીજું હતું?

  - કરિશ્માએ તમને કેટલી વખત ડ્રગ્સ આપ્યું છે. તેના વિશે બીજી કોઈ જાણકારી છે?

  - શું તમે કોઈ દવાનું સેવન કરો છો, જો હા તો કયા ડોક્ટરની સલાહ પર?

  - શું તમે શાહને જાણો છો, જો હા તો ક્યારે મળ્યા છો. મળ્યા છો તો ક્યારે?

  - શું તમે પ્રોડ્યુસર મધુ વર્માને જાણો છો? હા તો ક્યારથી?

  - શું તમને ખબર છે રે ડ્રગ્સનું સેવન કરવું કે ખરીદવું ગુનો છે?

  - તમારા કેટલા બેંક એકાઉન્ટ છે. તમે કેટલા ડેબિટ-ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરો છો. પેમેન્ટ કયા-કયા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કરો છો?
  Published by:Ashish Goyal
  First published:September 24, 2020, 23:47 pm

  ટૉપ ન્યૂઝ