આયુષ્માન સાથે કામ કરી ચૂકેલો એક્ટર, આર્થિક તંગીના કારણે કરી રહ્યો છે આ કામ

News18 Gujarati
Updated: May 19, 2020, 12:39 PM IST
આયુષ્માન સાથે કામ કરી ચૂકેલો એક્ટર, આર્થિક તંગીના કારણે કરી રહ્યો છે આ કામ
સોલંકી દિવાકર

તેણે જણાવ્યું કે લોકડાઉનના કારણે ફિલ્મોનું શૂટિંગ પોસ્ટપોન્ડ થયું છે.

  • Share this:
કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન 4 શરૂ કરવામાં આવ્યું છે. જો કે આ લોકડાઉનમાં પણ ફિલ્મી ઇન્ડસ્ટ્રીને શરૂ કરવામાં નથી આવી. બે મહિનાથી વધુ સમયથી અનેક જુનિયર આર્ટીસ્ટ કોઇ જ કામ ન મળવાના કારણે દેવાળિયા થઇ ગયા છે. ભારત સરકારે કોરોના સંક્રમણને જોતા 23 માર્ચથી લોકડાઉન 4 શરૂ કર્યું છે. જે 31 મે સુધી રહેશે. પણ હવે આ લાંબા લોકડાઉનના કારણે અનેક લોકોને આર્થિક મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. અને તે વાતની Bollywood પણ બચી નથી શક્યું. આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) સાથે કામ કરી ચૂકેલા એક એક્ટરને આર્થિક તંગીના કારણે પરિવારનું પેટ ભરવા માટે દિલ્હીમાં ફળ વહેંચવાનો વારો આવ્યો છે.

બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)ની સાથે ડ્રીમ ગર્લ (Dream Girl) અને ફિલ્મ સોનચિડિયા (Sonchiriya)માં નજરે આવેલા એક્ટર સોલંકી દિવાકર (Solanki Diwakar)ને ભલે લોકો નામથી ના ઓળખતા હોય. પણ નીચેની આ ફિલ્મની તસવીર જોઇને કદાચ તમને યાદ આવી જાય. લોકડાઉનના કારણે દિવાકરને ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલ તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે દિલ્હીના રસ્તા પર ફળ વહેંચી રહ્યા છે.

આયુષ્માન સાથે દિવાકર


વળી લોકડાઉનના કારણે ફિલ્મોની શૂટિંગ પણ રોકાઇ ગઇ છે. જેના કારણે તેમને ઘરનો ખર્ચો નીકાળવો મુશ્કેલ બની ગયો છે. એએનઆઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે લોકડાઉનના કારણે તેમની મુશ્કેલી અનેક ધણી વધી ગઇ છે. તેણે કહ્યું કે મારે મકાનનું ભાડુ અને પરિવારનું પેટ ભરવા માટે આ કામ કરવા સિવાય મારી પાસે કોઇ છૂટકો નથી.

તેમણે જણાવ્યું કે લોકડાઉનના કારણે ફિલ્મોનું શૂટિંગ પોસ્ટપોન્ડ થયું છે. તે આવનારી ફિલ્મમાં ઋષિ કપૂર સાથે એક નાનો રોલ કરવાના હતા. પણ લોકડાઉનના કારણે શૂટિંગ રોકાઇ ગઇ. વળી ઋષિ કપૂરનું પણ નિધન થયું છે. સોલંકીએ કહ્યું તેમને હંમેશા તે વાતનું દુખ થશે કે ઋષિજી જોડે કામ ન કરી શક્યા.
આગરાના રહેવાસી તેવા સોલંકી ગત 25 વર્ષથી દિલ્હીમાં રહે છે. તેમણે કહ્યું કે રોજ સવારે વહેલા ઉઠીને ઓખલા મંડી તરફ જાય છે. અને અહીં ફળો વહેંચે છે. દિલ્હીમાં ફળ મોટા પ્રમાણમાં વહેંચાય છે. એક્ટર આગળ કહ્યું કે તે એક્ટિંગ સાથે પેટ ભરવા માટે આ સિવાય પણ અનેક કામ કરી ચૂક્યા છે.
First published: May 19, 2020, 12:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading