પ્રિયંકાના પતિ નિક જોનસ પર બની રહી છે ડોક્યુમેન્ટ્રી, અહીં જોઇ શકશો તમે

ડોક્યુમેન્ટ્રી વિશે અનેક મૂળભૂત વિગતો બહાર આવી છે. તેના પ્રીમિયમની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

ડોક્યુમેન્ટ્રી વિશે અનેક મૂળભૂત વિગતો બહાર આવી છે. તેના પ્રીમિયમની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

 • Share this:
  પ્રિયંકા ચોપડ઼ાનો પતિ અને હોલિવૂડ સ્ટાર નિક જોનસના જીવન વિશે ડોક્યુમેન્ટ્રી બની રહી છે. આ ડોક્યુમેન્ટ્રી માત્ર નિક પર જ નહીં પરંતુ જોનસ બ્રધર્સ પર હશે. આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પર કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ એમેઝોન પ્રાઇમ પર વીડિયો માટે બની રહી છે. હોલિવૂડ રિપોર્ટમાં છાપેલા સમાચાર અનુસાર ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં લગભગ 6 વર્ષથી આવેલા બેન્ડના પહેલા સિંગર ગીત 'સકર' વિશે બતાવવામાં આવશે. આ સોંગ દ્વારા નિક જોનસ, કેવિન જોનસ અને જો જોનસ પરત ફર્યા છે.

  એમેઝોન સ્ટૂડિયોના ચીફ જેનિફર સાલ્કે આ ફિલ્મને પડદા પાછળની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ તરીકે વર્ણવી છે. આ સાથે, કેવિન, નિક અને જો ના ચાહકોએ વચન આપ્યું છે કે તેઓ તેમના મનપસંદ સિતારાઓને જીવનની નજીકથી રજૂ કરશે. આ ડોક્યુમેન્ટ્રી પર, જોનસ બ્રધર્સે જણાવ્યું હતું કે, "અમારા પ્રશંસકો વિશ્વમાં શ્રેષ્ઠ છે અને તેઓ પણ જોનસ બ્રધર્સ અને વ્યક્તિગત રૂપે અમારી મુસાફરીમાં સાથે રહ્યા છે."

  ડોક્યુમેન્ટ્રી વિશે અનેક મૂળભૂત વિગતો બહાર આવી છે. તેના પ્રીમિયમની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.  હાલમાં જ પ્રિયંકાએ જોનસ બ્રધર્સને જોઇન્ટ કર્યુ અને તેણી તેમની સાથે એક મ્યુઝિક વીડિયોમાં નજર આવી. હવે પ્રિયંકા અને તેના પરિવાર માટે એક સાર સમાચાર છે, જે તેના પતિ નિક સાથે જોડાયેલી છે. માહિતી અનુસાર, જોનસ બ્રધર્સના પડદા પાછળના જીવનને દર્શાવતી ડોક્યુમેન્ટ્રી પર કામ ચાલી રહ્યું છે.ટૂંક સમયમાં જ જોનસ બ્રધર્સની રિયલ લાઇફ પર ડોક્યુમેન્ટ્રી જોવા મળશે.
  Published by:Bhoomi Koyani
  First published: