'શીર કોરમા' : સ્વરા ભાસ્કર અને દિવ્યા દત્તાના સમલૈંગિક સંબંધોની ભાવનાત્મક વાત

News18 Gujarati
Updated: February 26, 2020, 1:18 PM IST
'શીર કોરમા' : સ્વરા ભાસ્કર અને દિવ્યા દત્તાના સમલૈંગિક સંબંધોની ભાવનાત્મક વાત
શીર કોરમા

આ વાર્તા બે મુસ્લિમ છોકરીઓની છે.

  • Share this:
આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) પછી સ્વરા ભાસ્કર (Swara Bhaskar) પણ સમલૈંગિક સંબંધોને લઇને એક ભાવનાત્મક ફિલ્મ લઇને આવી રહી છે. આ ફિલ્મનું નામ છે શીર કોરમા (Sheer Qorma) જેમાં સ્વરા ભાસ્કર સાથે દિવ્યા દત્તા (Divya dutta) પણ છે. આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. ફિલ્મની થીમ સમલૈંગિકતા પર આધારિત છે.

આ વાર્તા બે મુસ્લિમ છોકરીઓની છે. એક પાકિસ્તાની અને એક ભારતીય. જે 10 વર્ષથી એક બીજા સાથે સંબંધોમાં જોડાયેલી છે. જો કે દિવ્યાની મા તેમના આ સંબંધોથી વિરુદ્ધ છે. દિવ્યાની માના રોલમાં શબાના આઝમી (Shabana Azmi)એ મહત્વની ભૂમિકા ભજવી છે. શબના આ સંબંધોને પાપ માને છે. સ્વરા આ ફિલ્મમાં સિતારાનો રોલ ભજવી રહી છે. અને દિવ્યા સાયરાના. આ ફિલ્મમાં સમલૈંગિક સંબંધો અને તેમના પ્રેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

જેને સમાજ સ્વીકારવા તૈયાર નથી. આ ફિલ્મને આરિફ અંસારી ડાયરેક્ટ કરી છે. અને મરીજકે ડિસૂઝાએ તેની પ્રોડ્યૂસર છે. જો કે ફિલ્મની રિલિઝ ડેટ હજી બહાર નથી આવી. પહેલા આ ફિલ્મ ફિલ્મ ફેસ્ટિવલમાં રીલિઝ થશે.છેલ્લા સ્વરા ભાસ્કર 2018માં વીર દે વેડિંગમાં નજરે પડી હતી. જેમાં તે તેના એક સીન માટે ચર્ચામાં રહી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસમાં હિટ સાબિત થઇ હતી. જો કે આ ફિલ્મના પ્લોટનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને ફિલ્મને ફેમિનિઝમ સાથે જોડીને દેખવામાં આવ્યો હતો. ત્યારે આ ફિલ્મમાં સ્વરા અને દિવ્યા સમલૈંગિક કપલ અને તેમના પ્રેમ અને સમાજ તરફથી થતી તેમને સમસ્યાઓને બતાવવાનો પ્રયાસ કર્યો છે.
First published: February 26, 2020
વધુ વાંચો
अगली ख़बर