દિશા પટનીના બૉડીગાર્ડે ફોટોગ્રાફર સાથે કરી તૂ-તૂ મેં મેં, Video Viral

News18 Gujarati
Updated: February 24, 2020, 4:31 PM IST
દિશા પટનીના બૉડીગાર્ડે ફોટોગ્રાફર સાથે કરી તૂ-તૂ મેં મેં, Video Viral
દિશા પાટની

"એક દિવસ તેવો નથી જતો જ્યારે કોઇ સમસ્યા ન આવી હોય."

  • Share this:
બોલિવૂડ (Bollywood) ની સુંદર અભિનેત્રી અને ફિલ્મ મલંહમાં પોતાની બોલ્ડ અદાઓથી લોકોને કાયલ કરનાર દિશા પટની (Disha Patani) કોઇને કોઇ વાતે ખબરોમાં રહે છે. દિશા સોશિયલ મીડિયા પણ ખૂબ જ પોપ્યુલર છે. અને તે અવારનવાર ફોટો અને વીડિયો મૂકતી રહે છે. પણ હાલ તેનો બોડીગાર્ડ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખરાબ રીતે વાયરલ થઇ રહ્યો છે.

થયું એવું કે રવિવારે સાંજે દિશા પટની ફિલ્મ દેખવા માટે જૂહુના થિયેટરમાં ગઇ હતી. થિયેટરથી બહાર આવતી વખતે દિશા ચુપચાપ પોતાની ગાડીમાં બેસવા જઇ રહી હતી. ત્યારે કલાકોની રાહ પછી પૈપારાજી તેનો એક પોઝ માગી રહ્યા હતા. આ સમયે કેટલાક ફોટોગ્રાફર્સ તેની ગાડી પાસે આવીને ઊભા રહી હતા. તેમાંથી એક ફોટોગ્રાફરને તેના બોડીગાર્ડ સાથે ધક્કા મુક્કી કરી તૂ-તારી કરી. આ નાનકડી વાતમાં વાત વણસી ગઇ. જો કે તે પછી ફોટોગ્રાફરે બોડીગાર્ડથી માફી માંગી હતી.

 જો કે બંને વચ્ચે થયેલા આ વિવાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જાણીતા ફોટોગ્રાફર વિરલ ભયાનીએ શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે એક દિવસ તેવો નથી જતો જ્યારે કોઇ સમસ્યા ન આવી હોય. આ કામ સરળ નથી. અને અનેક વાર ખોટું થવા છતા લડત આપવી પડે છે. જો કે આ સાથે તેણે એમ પણ જણાવ્યું કે દિશાની મેનેજરે પાછળથી આ મામલે માફી માંગી હતી.

વર્કફંટની વાત કરીએ તો મલંગ પછી દિશા જલ્દી જ સલમાન ખાનની સાથે ફિલ્મ રાધે ધ મોસ્ટ વોન્ટેડ ભાઇમાં નજરે પડશે. આ ફિલ્મમાં સલમાન અને દિશા સાથે જેકી શ્રોફ અને રણદીપ હુડ્ડા તથા ગૌતમ ગુલાટી પણ છે. આ ફિલ્મ આ વર્ષે ઇદ પર રીલિઝ થશે.
First published: February 24, 2020
વધુ વાંચો
अगली ख़बर