શું દિશા પટણીના બર્થડેમાં સામેલ થશે Tiger Shroff? એક્ટ્રેસે આપ્યો આ જવાબ

Disha Patani birthday -દિશા પટણી આજે પોતાનો 26મો બર્થડે સેલિબ્રેટ કરવા જઇ રહી છે.

News18 Gujarati
Updated: June 13, 2019, 10:53 AM IST
શું દિશા પટણીના બર્થડેમાં સામેલ થશે Tiger Shroff? એક્ટ્રેસે આપ્યો આ જવાબ
Disha Patani birthday -દિશા પટણી આજે પોતાનો 26મો બર્થડે સેલિબ્રેટ કરવા જઇ રહી છે.
News18 Gujarati
Updated: June 13, 2019, 10:53 AM IST
દરેકના જીવનમાં એવા ઘણા દિવસો હોય છે જે તેમના માટે ખૂબ જ વિશેષ છે. તે ખાસ દિવસોમાં એક દિવસ હોય છે જન્મદિવસ. બોલિવૂડની અભિનેત્રી દિશા પટણી માટે આ દિવસ ખૂબ જ ખાસ છે. પરંતુ આ ખાસ દિવસે તે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવા માંગે છે.

દિશા પાટણી 13 મી જૂને તેના 26 મા જન્મદિવસની ઉજવણી કરી રહી છે. આ અંગે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ તેમના જન્મદિવસની ખૂબ જ શાંતિપૂર્વક ઉજવણી કરશે. તેઓ તેમના મિત્રો સાથે ડિનર ડેટ પર જશે. દિશાએ કહ્યું કે, તેને થોડું વિચિત્ર લાગે છે.
દિશાએ કહ્યું, હવે તે જન્મદિવસની ઉજવણી કરવા માટે મોટી થઇ ગઇ છે. તેણીને યાદ નથી કે તેણીએ છેલ્લી વખત ક્યારે જન્મદિવસની ઉજવણી કરી હતી. જ્યારે તેણી નાની હતી ત્યારે તેના પિતા બર્થડે પર પાર્ટી કરતા હતા. જેમા તેના ફ્રેન્ડ અને ભાઇ-બહેન સામેલ થતા હતા. જ્યારે દિશાને પૂછવામાં આવ્યું કે શું ટાઇગર શ્રોફ તેમના બર્થડે પ્લાનમાં સામેલ થશે. તો દિશાએ કહ્યુ, કે આ કહેવું ખૂબ જ ઝડપી હશે, કારણ તેને અત્યાર સુધી કોઇ પ્લાન બનાવ્યો નથી. 
View this post on Instagram
 

‍♀️‍♀️‍♀️ #MyCalvins @calvinklein


A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશા એક્ટિંગ સાથે સાથે ફિટનેસને કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. દિશાની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મથી બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ છે. આ ઉપરાંત દિશા ફિટનેસ ફીક્ર પણ છે. આજના સમયમાં તેના ફિગરથી આજની સૌથી એક રોલ મોડેલ બની ગઇ છે.એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, "તેણી દરરોજ વર્કઆઉટ્સ કરે છે. તે ક્યારેય જીમ જવાનું ચુકતી નથી અને નક્કી કરે છે કે તેનું વર્કઆઉટ નિયમિત પૂર્ણ કરે. તેણી ખરાબ હવામાનમાં પણ વર્કઆઉટ્સ માટે જીમમાં જવાનું બંધ કરતી નથી. "
First published: June 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...