'ડિસ્કો ડાન્સર'ના ડાયરેક્ટર બી સુભાષ આર્થિક તંગીથી પરેશાન પત્નીની સારવાર માટે માંગી મદદ

ફિલ્મ નિર્માતા અને લેખક બી સુભાષ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા

બી સુભાષની ઉંમર આશરે 77 વર્ષની છે. તેઓ તેમના બાળકો સાથે મળીને વર્ષ 1982માં સ્થાપેલી કંપનીની દેખરેખ કરતા હતા. પરંતુ કોરોના મહામારી દરમિયાન, બધું બરબાદ થઈ ગયું

 • Share this:
  મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ની ફિલ્મ 'ડિસ્કો ડાન્સર'નું નિર્દેશન કરનાર ફિલ્મ નિર્માતા અને લેખક બી સુભાષ (Disco Dancer Director Babbar Subhash) આ દિવસોમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. બોલિવૂડ (Bollywood) માં એવા ઘણા નામ છે, જેમણે પોતાના કામથી પોતાની ઓળખ તો બનાવી છે, પરંતુ પછી વિસ્મૃતિના અંધકારમાં ચાલ્યા ગયા. તે યાદીમાં બી સુભાષનું નામ પણ સામેલ છે. બી. સુભાષ આર્થિક સંકડામણથી એટલા પરેશાન છે (B. Subhash seeks financial aid) કે તે તેની પત્નીની સારવાર કરાવવા માટે પણ સક્ષમ નથી. તેમણે પોતાની પત્નીની સારવાર માટે લોકોને મદદની અપીલ કરી છે. તેમની પત્ની ફેફસાં અને કિડનીની બિમારીથી ઝઝૂમી રહી છે.

  કોરાનાએ બધું જ ખરાબ કર્યું

  બી. સુભાષ 80ના દાયકાના જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક હતા. 18 થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું, પરંતુ આજે પાઇ-પાઈ માટે મોહતાજ બની ગયા છે. બે પુત્રી અને પુત્રના પિતા બી સુભાષની ઉંમર આશરે 77 વર્ષની છે. તેઓ તેમના બાળકો સાથે મળીને વર્ષ 1982માં સ્થાપેલી કંપનીની દેખરેખ કરતા હતા. પરંતુ કોરોના મહામારી દરમિયાન, બધું બરબાદ થઈ ગયું. તેમની પત્ની તિલોત્તમાની ગંભીર તબિયતને કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ કથળી છે.

  સારવારમાં 30 લાખનો ખર્ચ થશે

  તિલોત્તમા મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તબીબોના મતે તેમની સારવારમાં લગભગ 30 લાખ રૂપિયાનો ખર્ચ થશે. પીટીઆઈના અહેવાલ મુજબ, તેમની 67 વર્ષીય પત્ની તિલોત્તમા છેલ્લા 5 વર્ષથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે, પરંતુ છેલ્લા બે વર્ષથી તેમની હાલત ગંભીર બની રહી છે.

  પત્નીની બંને કિડની 5 વર્ષ પહેલા ફેઈલ થઈ ગઈ હતી

  બી સુભાષે તેમની પત્નીની બીમારીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, 5 વર્ષ પહેલા તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી અને ડોક્ટરના સૂચન પર તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવી પડી હતી. તેમણે કહ્યું ત્યારે મેં તેને મારી કિડની આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ ડોકટરોએ કેટલાક પરીક્ષણો કર્યા અને તે બહાર આવ્યું કે તેને પણ ફેફસાની સમસ્યા હતી. તેને ILD (ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ) છે અને તેથી તે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકતા નથી કારણ કે તેનાથી તેના સ્વાસ્થ્યને ગંભીર અસર થઈ શકે છે.

  બી. સુભાષ 80ના દાયકાના જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક હતા. 18 થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું


  5 વર્ષ પહેલા સલમાન ખાને મદદ કરી હતી

  તિલોત્તમાની હાલત સતત બગડતી જોઈને તેણે બોલિવૂડના લોકોને મદદ માટે અપીલ કરી. બી સુભાષે જણાવ્યું કે, તેઓ પોતાની પત્નીની સારવાર માટે ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો સુધી પહોંચ્યા અને ક્રાઉડ-ફંડિંગ પોર્ટલ કેટોની મદદ પણ લીધી. તેમણે કહ્યું કે, 5 વર્ષ પહેલા સલમાન ખાન તેની મદદ માટે આગળ આવ્યો હતો.

  આ પણ વાંચોબે રસપ્રદ કિસ્સા: ... જ્યારે કરીના અમિતાભ બચ્ચનના પગ પકડીને રડવા લાગી અને અભિષેકને સેટની બહાર કાઢી મુકાયો

  સ્ટાર્સ મદદ માટે આગળ આવ્યા

  ફિલ્મ નિર્માતાએ 30 લાખ રૂપિયાના બિલનો વધુ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, અમે આટલી મોટી રકમ બિલ ચૂકવવામાં અસમર્થ છીએ, તેથી મારી પુત્રી શ્વેતાએ જુહી ચાવલા, અનિલ કપૂર, ડિમ્પલ કાપડિયા, ભૂષણ કુમાર, રતન જૈન જેવા ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકોનો સંપર્ક કર્યો અને તેઓ મદદ માટે આગળ આવ્યા. તેમણે કહ્યું કે મિથુન ચક્રવર્તીએ પણ તેમની કેટલીક મદદ કરી છે.
  Published by:kiran mehta
  First published: