ડાયરેક્ટર અનુભવસિંહાએ જ્યોતિરાદિત્ય સિંધિયા પર કટાક્ષ કહ્યુ, તમારા કામને...

અનુભવ સિંહા અને જ્યોતિરાદિત્ય સિંધિયા

"બધા મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના વખાણ કરવામાં વ્યસ્ત છે. દેશ દ્રોહી છે આ તમામ લોકો.!"

 • Share this:
  બોલિવૂડ (Bollywood) માં આમ તો અનેક એક્ટ્રેસ અને એક્ટર તેવા છે જે રાજનીતિમાં રસ રાખે છે. અને સમય સમય પર આ લોકો પોતાનો અવાજ પણ સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કરતા રહે છે. ત્યારે બોલિવૂડના ડાયરેક્ટર અનુભવ સિંહા (Anubhav Sinha) હાલમાં જ રાજનીતિને લઇને પોતાના વિચારો સોશિયલ મીડિયા પર મૂક્યા છે જે વાયરલ થઇ રહ્યા છે. તેમણે હાલમાં કોંગ્રેસથી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)ને લઇને એક ટ્વિટ કર્યું છે. લોકડાઉનમાં આ ટ્વિટે અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

  અનુભવ સિંહા (Anubhav Sinha)એ જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) પર ટ્વિટ કરતા લખ્યું છે કે મને વિશ્વાસ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા હવે પ્રદેશના લોકોની મન ભરીને સેવા કરી રહ્યા છે. પણ આ નકામા સમાચારવાળા બતાવતા જ નથી. હવે તેમના આ ટ્વિટ પર લોકોએ પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી છે.


  બોલિવૂડ ફિલ્મ નિર્માતા હંસલ મહેતા આ પર કોમેન્ટ કરતા કહ્યું કે બધા મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના વખાણ કરવામાં વ્યસ્ત છે. દેશ દ્રોહી છે બધા!

  અનુભવના ટ્વિટ પર કૉમેન્ટ


  ઉલ્લેખનીય છે કે આ પહેલા અનુભવ સિંહા જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કોંગ્રેસ છોડવા પર પ્રહાર કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે દેશમાં ચૂંટણી બંધ થઇ જવા જોઇએ અને આઇપીએલ ઓક્શન શરૂ કરી દેવું જોઇએ. હાલમાં જ મધ્યપ્રદેશમાં સત્તાની હલચલ વધી ગઇ છે. જ્યારે 18 વર્ષ પછી કોંગ્રેસમાંથી નીકળી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રાજીનામું આપી પોતાના 22 સમર્થક વિધાયકો સાથે ભાજપમાં જોડાઇ ગયા. જે પછી કમલનાથને સીએમ પદ છોડવું પડ્યું અને ફરી એક વાર શિવરાજ ચૌહાણ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તમને જણાવી દઇએ કે જ્યોતિરાદિત્ય સિંધિયા તેમના પિતા માધવરાવ સિંધિયાના નિધન પછી 2001માં રાજનીતિમાં આવ્યા હતા.
  Published by:Chaitali Shukla
  First published: