'હા, ફિલ્મોમાં થાય છે કાસ્ટિંગ કાઉચ, ચિકની ચમેલી ગીત માટે સોરી' કરણ જોહર

News18 Gujarati
Updated: December 8, 2018, 7:43 AM IST
'હા, ફિલ્મોમાં થાય છે કાસ્ટિંગ કાઉચ, ચિકની ચમેલી ગીત માટે સોરી' કરણ જોહર
કરણ જોહરની ફાઇલ તસવીર

  • Share this:
જાગરણ ફોરમના ઇનસાઇટ સ્ટોરી ઓફ બોલીવૂડ સત્રમાં જાણીતા નિર્માતા-નિર્દેશક કરણ જોહર ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન તેઓએ બોલીવૂડની કેટલીક રોચક અને મજેદાર વાતો કરી હતી. કરણ જોહરે જણાવ્યું કે હા, બોલીવૂડમાં કાસ્ટિંગ કાઉચ થાય છે.

અહીં ક્લિક કરી વાંચો આ એકટ્રેસે મેળવ્યો એશિયાની સૌથી સેક્સિએસ્ટ મહિલાનો ખિતાબ, પ્રિયંકા રહી પાછળ

સત્ર દરમિયાન કરણ જોહરે જણાવ્યું કે હું દરેક પ્રકારના સિનેમા પર વિશ્વાસ રાખું છું અને ફિલ્મ બનાવીને મેં ખોટનો સામનો પણ કર્યો છે. કરણે જણાવ્યું કે હા, ફિલ્મોમાં કાસ્ટિંગ કાઉચ થાય છે, પરંતુ મારા માટે આ ખરાબ છે, તો અંડરવર્લ્ડ અને બોલીવૂડના સંબંધો અંગે કરણે જણાવ્યું કે ફિલ્મ દરમિયાન મને પણ અંડરવર્લ્ડમાંથી કોલ આવ્યો હતો.

સત્ર દરમિયાન કરણે પોતાનુંનામ રાહુલ કુમાર જોહર હોવાનું જણાવ્યું હતું. આ નામ તેના બર્થ સર્ટી પર હોવાનું લખ્યું જણાવ્યું હતું. તો કરણે ચિકની ચમેલી જેવા આઇટમ સોંગ્સ બનાવવા મુદ્દે પણ માફી માગી હતી. વધુમાં તેણે જણાવ્યું કે પ્રોફેશનલ બનવા માટે સૌથી વધુ જરૂરી અહંકારનો ત્યાર કરવાનું છે. આ અંગે ઉદાહરણ આપતાં કરણે જણાવ્યું કે જ્યારે મારે કોઇનું કામ હોય તો હું તેને ફોન કરું છું અને કહું છું કે તમે મારી પાસે ન આવો, હું તમારી પાસે આવું છું. કામ કરવા માટે અહંકાર છોડવો પડે છે બસ આત્મસમ્માન બચાવી રાખવો.
First published: December 7, 2018, 8:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading