Coronavirusના કારણે દિલીપ કુમારને આઇશોલેશનમાં રાખવામાં આવ્યા

News18 Gujarati
Updated: March 17, 2020, 1:19 PM IST
Coronavirusના કારણે દિલીપ કુમારને આઇશોલેશનમાં રાખવામાં આવ્યા
દિલીપ કુમાર

કોરોના વાયરસના ખતરાના કારણે દિલીપ કુમારને આઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે.

  • Share this:
કોરોના વાયરસ (Coronavirus)ના નવા કેસ દેશના અલગ અલગ સ્થળોથી બહાર આવી રહ્યા છે. આ વાયરસના કારણે ભારતમાં 3 લોકોની મોત થઇ છે અને નવા 127 જેવા કેસ નોંધવામાં આવ્યા છે. વળી મહારાષ્ટ્રમાં આ રોગ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે સ્થિતિની ગંભીરતાને દેખતા બોલિવૂડ લેજન્ડ ગણાતા જાણીતા એક્ટર દિલીપ કુમાર (Dilip Kumar)ને પણ તેમની બિમારીની હાલત પર કોરોના જેવી સ્થિતિને દેખતા આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ વાતની જાણકારી ખુદ દિલીપ કુમારે તેમના અધિકૃત ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કરીને આપી છે. (Twitter)

કોરોના વાયરસના કારણે દિલીપ કુમારને સંપૂર્ણ પણે આઇશોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમની પત્ની સાયરા બાનો તેમની સેવામાં જ છે. અને તેમને કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શનથી દૂર રહેવાની જરૂર છે. જેના કારણે જ તેમને આ રીતે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. દિલીપ કુમારે ટ્વિટર એકાઉન્ટ પર આ અંગે જાણકારી આપતા જણાવ્યું છે કે "કોરોના વાયરસના ખતરાના કારણે મને સંપૂર્ણપણે આઇશોલેશનમાં રાખવામાં આવ્યો છે. સાયરા તેવો કોઇ પરિસ્થિતિ નથી ઇચ્છતી કે જેથી મને કોઇ પણ રીતનું ઇન્ફેક્શન થાય"


ઉલ્લેખનીય છે કે હમણાં થોડા સમય પહેલા જ દિલીપ કુમારની તબિયત લથડતા તેમને લીલાવતી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેમને પીઠમાં દુખાવાની સમસ્યા હતી. જે પછી તેમને ઘરે પાછા લાવવામાં આવ્યા હતા. દીલિપ કુમાર લાંબા સમયથી બિમારીનો સામનો કરી રહ્યા છે. તેમના ફેન્સે પણ આ જાણકારી પછી તેમને સારા સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.
First published: March 17, 2020, 1:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading