Home /News /entertainment /

અભિનયની પાઠશાળા હતા દિલીપ કુમાર, વારસા માટે કોના પર મૂક્યો હતો ભરોસો?

અભિનયની પાઠશાળા હતા દિલીપ કુમાર, વારસા માટે કોના પર મૂક્યો હતો ભરોસો?

દિલીપકુમારને જોઈને ઘણા કલાકારો અભિનયનું કૌશલ્ય શીખ્યા હતા

અભિનયની ચાલતીફરતી શાળા કહેવાતા દિલીપ કુમારે ભવ્ય વારસો ઉભો કર્યો હતો. જોકે દિલીપ કુમાર અને સાયરા બાનુનું કોઈ સંતાન નથી, તેથી તેમના વારસાને કોણ આગળ વધારશે? તે સવાલ ઘણી વખત ઊભો થાય છે, આનો જવાબ ખુદ દિલીપ કુમારે વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં આપ્યો હતો.

વધુ જુઓ ...
    મુંબઇ: દિલીપકુમારને જોઈને ઘણા કલાકારો અભિનયનું કૌશલ્ય શીખ્યા હતા. દિલીપ કુમારની દરેક અદા કે અભિનય અનોખા હતા. તેમણે જે પણ સ્ક્રીન પર બતાવ્યું તે તેમની પોતાની સ્ટાઈલ હતી. દિલીપ કુમારે ખ્યાતિ અને સંપત્તિ બંને કમાયા હતા. અભિનયની ચાલતીફરતી શાળા કહેવાતા દિલીપ કુમારે ભવ્ય વારસો ઉભો કર્યો હતો. જોકે દિલીપ કુમાર અને સાયરા બાનુનું કોઈ સંતાન નથી, તેથી તેમના વારસાને કોણ આગળ વધારશે? તે સવાલ ઘણી વખત ઊભો થાય છે, આનો જવાબ ખુદ દિલીપ કુમારે વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં આપ્યો હતો.

    હિંદુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં દિલીપ કુમારે કહ્યું હતું કે, અમારું કોઈ સંતાન હોત તો ઘણું સારું હોત, પરંતુ અમને તેનો અફસોસ કોઈ નથી. તે ભગવાનની મરજી પર છે. જ્યાં સુધી અપૂર્ણતાનો સવાલ છે, મને કે સાયરાને કોઈ ફરિયાદ નથી. અમારા સુખ-દુઃખને વહેંચવા માટે અમારો પરિવાર છે. અમારો વિશાળ પરિવાર છે, ઘણા ભત્રીજાઓ અને ભત્રીજીઓ છે. સાયરાનો નાનો પરિવાર છે. તેમના પરિવારમાં તેમના ભાઈ સુલતાન, તેમના બાળકો અને પૌત્રો છે. અમે તેમના માટે છીએ અને જ્યારે જરૂર હોય ત્યારે તે અમારા માટે છે.

    આ પણ વાંચો: ફિલ્મ 'કાલી'ના પોસ્ટર પર વધ્યો વિવાદ, દિલ્હી પોલીસે નોંધી FIR

    દિલીપ કુમારના વારસાને આગળ ધપાવનારા છે તૈયાર

    જ્યારે દિલીપ કુમારને પૂછવામાં આવ્યું કે તમારો વારસો કોણ આગળ લઈ જશે? તો તેમણે કહ્યું, હું જોઉં છું કે એવા ઘણા કલાકારો છે જે મારા વારસાને આગળ લઈ જવા તૈયાર છે. જ્યારે કોઈ નવો અભિનેતા મારી પાસે આવે છે અને કહે છે કે સર, હું તમારા કામને અનુસરું છું અને તમારા ચિંધેલ માર્ગ પર ચાલવા માંગુ છું, ત્યારે હું પરમાત્માનો આભાર માનું છું. કેમકે, જે માર્ગ પર આગળ વધવા માટેની મારી તૈયારી ન હતી તેને આગળ ધપાવનાર તૈયાર છે.

    દિલીપ કુમારનો વારસો એવા દરેક કલાકાર દ્વારા આગળ ધપાવવામાં આવશે, જેણે તેમની પાસેથી સંવાદો શીખ્યા, સંવાદો બોલતા, થોભવાનું શીખ્યા અને નમ્ર હાવભાવ શીખ્યા છે. દિલીપ કુમારની દરેક શૈલી અનોખી હતી, જે તેમણે પોતે જ બનાવી છે. ફિલ્મ વિવેચકો હજુ પણ કહે છે કે, દિલીપ કુમાર એવા પહેલા વ્યક્તિ હતા જેમણે પડદા નેચરલ અભિનય શું છે? તે દુનિયાને બતાવ્યું હતું. બોલિવૂડના ઘણા કલાકારોએ પણ આ કળાને અપનાવી છે.
    First published:

    Tags: Bollywood News in Gujarati, Dilip Kumar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन