Dil Bechara Trailer out : સુશાંત સિંહ રાજપૂત બધી લાઇમ લાઇટ લઇ ગયો, ખૂબ જ ભાવુક સ્ટોરી

News18 Gujarati
Updated: July 6, 2020, 5:04 PM IST
Dil Bechara Trailer out : સુશાંત સિંહ રાજપૂત બધી લાઇમ લાઇટ લઇ ગયો, ખૂબ જ ભાવુક સ્ટોરી
દિલ બિચારા ટ્રેલર આઉટ

સુશાંતની આ છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' 24 જુલાઇએ ઓનલાઇન સ્ટ્રીમ થશે.

  • Share this:
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) હવે આપણી સાથે આ દુનિયામાં નથી રહ્યા. પણ તે પોતાની પાછળ અનેક સુંદર યાદો મૂકીને ગયા છે જેમાંથી એક છે તેમની છેલ્લી ફિલ્મ દિલ બેચારા (Dil Bechara). સુશાંતની ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર 6 જુલાઇએ રીલિઝ થયું છે. આજ સવારથી જ લોકો આ ટ્રેલરને જોવાની રાહ જોઇ રહ્યા હતા. અને ફાઇનલી હવે આ ટ્રેલર (Dil Bechara Trailer Out) બહાર આવી ગયું છે. આ ટ્રેલરને જોઇને જ લાગે છે કે ફરી એક વાર સુશાંત સિંહ રાજપૂતે આમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. અને બધી લાઇમ લાઇટ ચોરાવી લીધી છે.

સુશાંત સિંહ રાજપૂતના અપોઝિટમાં એક્ટ્રેસ સંજના સાંઘી નજરે પડે છે. આ ફિલ્મ કેન્સર પીડિત એક યુવતીની સ્ટોરી છે. જે એક યુવકે પ્રેમ કરી બેસે છે. અને પછી શું થાય છે તેમની આ લવ સ્ટોરીનું તેમાં બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મ અમેરિકી રોમાન્ટિક ડ્રામા ધ ફૉલ્ટ ઇન આવર સ્ટાર્સનું હિંદી રિમેક છે. ફિલ્મમાં સુશાંતની સાથે સંજનાની કેમેસ્ટ્રી ખૂબ જ સરસ છે. ટ્રેલર જોઇને સાફ દેખાય છે કે ફરી એક વાર આ ફિલ્મથી સુશાંત સિંહ રાજપૂત રૂપેરી પડદે છવાઇ ગયા છે. સાથે જ તેમને આ ખુશમિજાજ અંદાજ ફરી એક વાર જોઇને તમારી આંખો પણ ભીની થઇ શકે છે. જુઓ ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર અહીં.



આ ટ્રેલરમાં સુશાંતની ચાર્મિંગ સ્માઇલથી લઇને તેમના ડાયલોગ તમને હસાવશે પણ ખરા અને રડાવશે પણ ખરા! આ ફિલ્મમાં સંજાના સાંઘી કીજી નામની કેન્સર પીડિત યુવતીનું પાત્ર ભજવે છે. જેના પ્રેમમાં મૈની ઉર્ફ સુશાંત પડી જાય છે. અને રાજા-રાણીની સિમ્પલ લવ સ્ટોરી કરતા હટકે રીતે આ પ્રેમ કહાનીને રજૂ કરવામાં આવી છે.

રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મનું નામ પહેલા કીજી અને મૈની હતું પણ પાછળથી નામ બદલીને દિલ બિચારા રાખવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે હજી મહિના પહેલા જ સુશાંત સિંહ રાજપૂતને ટ્રિબ્યૂટ આપી મેકર્સે આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની વાત કરી હતી. જે પછી અનેક લોકો તેને થિયેટરમાં રજૂ ન કરવાની વાતને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. જો કે તેમને ખબર નહતી કે સુશાંતે બધા માટે તેને ઓટીટી રીલિઝ પર રજૂ કરવા માટે એક્સેપ્ટ કરી હતી.

વધુ વાંચો : Facebook Avatars : કેવી રીતે બનાવશો પોતાનો અવતાર? ચેટ અને કૉમેન્ટમાં પણ કરી શકો છો યુઝ 

સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા 24 જુલાઇએ ઓનલાઇન સ્ટ્રીમ થશે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન અને કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ કર્યું છે.

આ ફિલ્મનું ટ્રેલર જોઇને તમે ફરી એક વાર સુશાંતને તે ચાર્મિંગ અંદાજને રૂપેરી પડદે જોઇ શકશો.
Published by: Chaitali Shukla
First published: July 6, 2020, 5:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading