દિયા મિર્ઝાનો ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર આરોપ, 'અહીંયા સેક્સિઝમ છે, મેં જોયું છે'

દિયા મિર્ઝાનો ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર આરોપ, 'અહીંયા સેક્સિઝમ છે, મેં જોયું છે'
દિયા મિર્ઝા

એક ઈન્ટવ્યૂના માધ્યમથી અભિનેત્રી દિયા મિર્ઝાએ ઈન્ડસ્ટ્રીના sexism પર પોતાની વાત રજૂ કરી છે.

  • Share this:
નવી દિલ્હી  : બોલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝા ફરી એકવાર ચર્ચાઓમાં છે. દીયા મિર્ઝા અત્યારે તેના પ્રેગનેન્સીના સમયગાળાને એન્જોય કરી રહી છે. દીયા મિર્ઝાએ વર્ષ 2001માં ફિલ્મ ‘રહના હે તેરે દિલ મેં’ થી બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. અભિનેત્રીએ તેના ફિલ્મી કરિયરમાં અનેક ઉતાર ચઢાવનો સામનો કર્યો છે. એક ઈન્ટવ્યૂના માધ્યમથી અભિનેત્રી દિયા મિર્ઝાએ ઈન્ડસ્ટ્રીના sexism પર પોતાની વાત રજૂ કરી છે.

દિયા મિર્ઝાએ Brut Indiaને ઈન્ટવ્યૂ આપ્યું હતું. ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે લોકો લખતા હતા, વિચારતા હતા અને sexist સિનેમા બનાવતા હતા. હું તેનો ભાગ હતી. દિયાએ જણાવ્યું કે ફિલ્મ ‘રહના હે તેરે દિલ મેં’ માં પણ sexism હતું, હું તેવા લોકો સાથે કામ કરી રહી હતી.આ પણ વાંચોકચ્છ: હવસખોરીની તમામ હદ પાર, વૃદ્ધે વાછરડી સાથે કર્યું ના કરવાનું કામ, CCTV Videoથી ફૂટ્યો ભાંડો

દિયાએ જણાવ્યું કે મેકઅપ આર્ટિસ્ટ પુરુષ હતો મહિલા નહોતી. હેરડ્રેસર તરીકે એક મહિલા હતી. જે સમયે ફિલ્મોમાં કામ શરૂ કર્યું હતું, તે સમયે ફિલ્મના ક્રૂમાં 120 લોકોની સંખ્યા હતી. આ 120 લોકોમાં માત્ર 4થી 5 મહિલાઓ હતી. દિયા જણાવે છે કે આપણે પિતૃસત્તાક સમાજમાં રહીએ છીએ, ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પુરુષનો વધુ પ્રભાવ જોવા મળે છે. ઈન્ડસ્ટ્રીમાં જાતિય ભેદભાવ કરવામાં આવે છે. ક્યારેક ક્યારેક મને લાગે છે કે કેટલાક પુરુષો કે જે રાઈટર છે, ડાયરેક્ટર્સ છે, એક્ટર્સ છે તેમને પોતાના સેક્સિસ્ટ વિચાર અંગે સહેજ પણ જાણ નથી.

આ પણ વાંચોઅમદાવાદ : મુંબઈની 2 યુવતીઓ રેલવે સ્ટેશન બહાર એવું કામ કરતા પકડાઈ કે જેલ જવાનો આવ્યો વારો

થોડાક દિવસ પહેલા જ અભિનેત્રી દિયા મિર્ઝાએ વૈભવ રેખી સાથે બીજા લગ્ન કર્યા હતા. 15 ફેબ્રુઆરીએ દિયા મિર્ઝા લગ્નના બંધનમાં બંધાઈ હતી. દિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર 1 એપ્રિલના રોજ પ્રેગનેન્સીની જાણકારી આપી હતી. ત્યારે તેને ટ્રોલ કરવામાં આવી હતી. દિયા હંમેશા સોશિયલ મીડિયા પર તેના વિચાર રજૂ કરે છે. દરેક મુદ્દા પર તે ખુલીને તેની વાત રજૂ કરે છે.

ઈન્ડસ્ટ્રીના Sexism પર દિયા મિર્ઝાએ તેના વિચાર રજૂ કર્યા છે. ઈન્ડસ્ટ્રીના આ મુદ્દા વિશે મોટાભાગે કોઈ ખુલીને વાત કરતું નથી.
Published by:News18 Gujarati
First published:May 12, 2021, 18:50 pm

ટૉપ ન્યૂઝ