લતા મંગેશકર હજી પણ ICUમાં, અભિનેતા ધર્મેન્દ્રએ લાગણીભર્યું ટ્વિટ કર્યું

News18 Gujarati
Updated: November 19, 2019, 11:21 AM IST
લતા મંગેશકર હજી પણ ICUમાં, અભિનેતા ધર્મેન્દ્રએ લાગણીભર્યું ટ્વિટ કર્યું
લતા મંગેશકર

"જાન હો જમાને કી...યૂ કી મુસ્કીરાતી રહો..લવ યુ લતાજી"

  • Share this:
ભારતીય સિનેમામાં સૂરની સમ્રજ્ઞીની લતા મંગેશકર (Lata Mangeshkar) ગત થોડા સમયથી હોસ્પિટલમાં છે. તેમની તબિયત અચાનક બગડી જવાથી તેમને મુંબઇના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં હાલ તે આઇસીયૂ (ICU)માં છે. ત્યાં જ લતા મંગેશકરની ખરાબ તબિયતના કારણે તેમના ફેન્સ અને તેમના શુભેચ્છકો પણ સતત પ્રાર્થના કરી રહ્યા છે. અને લતા દીદી જલ્દી જ સારું સ્વાસ્થય મેળવે તેવું ઇચ્છી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ સતત લતા મંગેશકરના સારા સ્વાસ્થય માટે લોકો કામના કરી રહ્યા છે. ત્યારે જાણીતા બોલિવૂડ સ્ટાર અભિનેતા ધર્મેન્દ્રએ પણ લતાજીને લઇને એક ઇમોશનલ ટ્વિટ કર્યું છે.

તેમાં ધર્મેન્દ્રએ લતાજીનો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો મૂક્યો છે. અને ટ્વિટ કરતા કહ્યું છે કે "જાન હો જમાને કી...યૂ કી મુસ્કીરાતી રહો..લવ યુ લતાજી" ધર્મેન્દ્રની આ ટ્વિટ પર લોકો પણ લાઇક શેર કરી રહ્યા છે. બીજી તરફ લતા મંગેશકરની સારવાર પણ ચાલુ છે. વધુમાં અમેરિકાથી પણ ડૉક્ટરોનું એક દળ લતા મંગેશકરની તબિયતની તપાસ કરવા અહીં આવ્યો હતો. પીટીઆઇએ હોસ્પિટલ સુત્રોના હવાલેથી જે ખબર આપી છે તે મુજબ તેમની તબિયત હાલ સુધારા પર છે.

90 વર્ષની સ્વર કોકિલા લતા મંગેશકરની શ્વાસ લેવામાં તકલીફ થતા ગત સપ્તાહ તેમને મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધુમાં લતા મંગેશકરની નાની બહેન ઉષા મંગેશકરે પણ પીટીઆઇને જાણકારી આપી કે લતાજીની તબિયત પહેલા કરતા સુધારા પર છે.

લતા મંગેશકર ખાલી બોલીવૂડમાં જ નહીં અલગ અલગ ભાષાઓમાં 3 હજારથી વધુ ગીતોમાં પોતાનો અવાજ આપી ચૂકી છે. તેમના આ અદ્ધભૂત યોગદાનના કારણે તેમને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે. સાથે જ 2001માં તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
First published: November 19, 2019, 10:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading