Home /News /entertainment /

આલિયાથી આગળ નીકળી જાહ્નવી, જાણો 'ધડક'નું બોક્સ ઓફિસ કલેક્શન

આલિયાથી આગળ નીકળી જાહ્નવી, જાણો 'ધડક'નું બોક્સ ઓફિસ કલેક્શન

'ધડક'એ દિલ જીતી લીધુ છે. નવા કલાકારોની સાથે નવો રેકોર્ડ બની રહ્યો છે. આટલો પ્રેમ આપવા બદલ આપ સૌનો આભાર.'

'ધડક'એ દિલ જીતી લીધુ છે. નવા કલાકારોની સાથે નવો રેકોર્ડ બની રહ્યો છે. આટલો પ્રેમ આપવા બદલ આપ સૌનો આભાર.'

    મુંબઇ: ઇશાન ખટ્ટર અને જાહ્નવી કપૂરની ફિલ્મ 'ધડક'એ રિલીઝનાં પહેલાં દિવસે જ 8.71 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ વિશે નિર્માતાઓનું કહેવું છે કે, ભારતમાં નવાં કલાકારોની હિન્દી ફિલ્મની આટલી જબરદસ્ત કમાણી એક રેકોર્ડ છે. ફિલ્મનું નિર્માણ કરણ જોહરનાં બેનર ધર્મા પ્રોડ્કશન હેઠળ થયુ છે.

    ધર્મા પ્રોડક્શનનાં CEO અપુર્વ મેહતાએ ટ્વિટ કરી છે કે, 'ધડક'એ દિલ જીતી લીધુ છે. નવા કલાકારોની સાથે નવો રેકોર્ડ બની રહ્યો છે. આટલો પ્રેમ આપવા બદલ આપ સૌનો આભાર.'



    ફિલ્મમાં ઇશાન અને જાહ્નવીની એક્ટિંગને સારો રિસપોન્સ મળી રહ્યો છે. ફિલ્મ જોયા બાદ દિગ્ગજ લેખક-ગીતકાર જાવેદ અખ્તરે ટ્વિટ કરી છે કે, 'ખુબ પસંદ આવ્યો. જાહ્નવી અને ઇશાન બંને શાનદાર છે. તેમને માટે ઉત્કૃષ્ટ શબ્દ નાના પડી જાય છે. જાહ્નવી આફ એક કાબિલ માંની કાબિલ દીકરી છે ખુબ પ્રેમ.'



    બોલિવૂડનાં અન્ના સુનીલ શેટ્ટી અને એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે પણ બંનેનાં કામનાં વખાણ કર્યા હતાં. સુનીલ શેટ્ટીએ લખ્યું હતું કે, 'ખુબ જ અદ્ભૂત જાહ્નવી અને ઇશાન. 'ધડક'માં ખુબજ શાનાદર અભિનય. કરણ જૌહર ફરી એક વખત શશાંક ખેતાનનાં ઉત્તમ માર્ગદર્શનમાં બે નવાં ઉભતા કલાકાર આપ્યા છે.'



    ભૂમિએ લખ્યું કે, 'જાહ્નવી અને ઇશાન આપ બંને ખાસ છો. જે સહજતા અને સુંદરતાથી આપે અભિનય ક્યો છે. તે જાદુયી છે. શશાંક ખેતાન, કરણ જૌહર, 'ધડક' જોઇ સાચેમાં મઝા આવી ગઇ. બંને વચ્ચે જે પ્રેમ છે તે જોઇને હું તેમનાં પ્રેમમાં પડી ગઇ છું. પણ ફિલ્મનાં અંતમાં મારુ દિલ તોડી દીધુ. કેટલી સુંદર પ્રેમ ગાથા છે.'



    આપને જણાવી દઇએ કે આ મરાઠી હિટ ફિલ્મ 'સૈરાટ'ની રીમેક છે. ફિલ્મ ઓનર કિલિંગ જેવા વિષય પર આધારિત છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Alia Bhatt, Box office Collection, Dhadak, Ishan Khattar, Jahnvi Kapoor

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन