Home /News /entertainment /પૈસાના મહત્વને સમજી લગ્ન માટે કર્યો આ નિર્ણય, દેવોલીનાએ સિક્રેટ મેરેજનું ખોલ્યુ રહસ્ય

પૈસાના મહત્વને સમજી લગ્ન માટે કર્યો આ નિર્ણય, દેવોલીનાએ સિક્રેટ મેરેજનું ખોલ્યુ રહસ્ય

ફોટોઃ @devoleena

Devoleena Bhattacharjee Wedding: એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જીએ પોતાના સિક્રેટ મેરેજનું રહસ્ય લગ્નના 6 દિલસ બાદ ખોલ્યુ. હાલમાં તેણીએ એક ઈન્ટરવ્યુમાં દેવોલીનાએ જણાવ્યુ કે તેણે કેમ કોઈને કહ્યા વિના છાનામાના લગ્ન કરી લીધા. દેવોલીનાએ જણાવ્યુ કે તે ખોટાખર્ચ અને લગ્ન પર પૈસા બગાડવા નહતી માંગતી. આ સાથે શાહનવાઝ સાથેના પણ રાઝ ખોલ્યા.

વધુ જુઓ ...
મુંબઈઃ ટીવીની ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જીએ 14 ડિસેમ્બરે પોતાના જીમ ટ્રેનર શાહનવાઝ શેખે લગ્ન કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. દેવોલીનાએ કોર્ટ મેરેજ કરી સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી. દેવોલીનાએ ચુપચાપ કોર્ટ મેરેજની અને પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. દેવોલીનાના લગ્ન વિશે જાણકારી મળ્યા બાદ ફેન્સ પણ હેરાન રહી ગયા હતાં. કારણકે, કોઈએ પણ દેવોલીના આમ અચાનક લગ્ન કરી લેશે તેનો અંદાજો નહતો.

દેવોલીના ભટ્ટાચાર્જીએ હવે પોતાના સિક્રેટ મેરેજનો રાઝ ખોલ્યો છે. લગ્નના આશરે 6 દિવસ બાદ જ તેણીએ એક ઈન્ટરવ્યુમાં પોતાના લગ્ન વિશે વાત કરતા ખુલાસા કર્યા છે. દેવોલીનાએ જણાવ્યુ કે હું એક સીક્રેટ મેરેજ ઈચ્છતી હતી. આ જ કારણ છે કે દેવોલીનાએ પોતાના મિત્રોને પણ લગ્નની જાણ થવા નહતી દીધી. હાલમાં જ pinkvillaને આપેલા એક ઈન્ટરવ્યુમાં દેવોલીનાએ જણાવ્યુ હતું કે, લોકડાઉન દરમિયાન મેં જીવનના ઘણા કડવા અનુભવો કર્યા છે.

આ પણ વાંચોઃ 'મારુ ચાલે તો હું...' અવતાર ફેમ કેટે ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

પૈસાના મહત્વને સમજીને લીધો નિર્ણય


દેવોલીનાએ જણાવ્યુ, આ દરમિયાન પૈસાના મહત્વ પર મારુ ધ્યાન ગયું. દેવોલીનાએ જણાવ્યુ કે ફક્ત લગ્નના દિવસે તમે શાહી બનીને વાસ્તવમાં તમે શાહી નથી થઈ જતાં. મેં શાહી લગ્નમાં મોટી રકમ ખર્ચ ના કરીને આ નિર્ણય લીધો હતો. જે મને બિલકુલ નકામો લાગે છે. મહેનતથી કમાયેલા પૈસા કોઈ ખાસ દિવસે એકસાથે ઉડાડી દેવા મારા માટે સમજદારીભર્યો નિર્ણય નહતો. તેના બદલે હું આ પૈસાથી કોઈ જરુરિયાતમંદની મદદ કરી શકુ છું. જેનાથી મને સુખી જીવનના આશીર્વાદ મળશે. મારા માટે લગ્ન એક મોટો દિવસ હતો.



મમ્મી સાથે એન્જોય કર્યા લગ્ન


હું આ દિવસને મારી માતા સાથે ખુશી-ખુશી એન્જોય કરવા માંગતી હતી. આ કારણ છે કે મે મારા લગ્નને પ્રાઈવેટ રાખવાનું નક્કી કર્યુ હતું. દેવોલીનાએ પોતાના પતિ શાહનવાઝ શેખને પોતાના જીવનમાં આવવા માટે ધન્યવાદ કહ્યુ.

આ પણ વાંચોઃ હોલિવૂડ મૂવીનું નામ ‘અવતાર’ જ કેમ રાખ્યું?

દેવોલીનાના લગ્ન બાદ તેણીએ પતિ સાથે તસવીરો શેર કરી જાણકારી આપી હતી. લગ્નની અચાનક જાણકારી મળતા ફેન્સ ચોંકી ગયા હતા. એટલું જ નહીં દેવોલીનાએ એક મુસ્લિમ સાથે લગ્ન કરતા ટ્રોલિંગનો શિકાર પણ થઈ હતી. જોકે, દેવોલીનાએ તેને લઈને કોઈ ખાસ પ્રતિક્રિયા આપી નથી અને પતિ શાહનવાઝ સાથે સુખી જીવન જીવી રહી છે.
First published:

Tags: Devoleena bhattacharjee, Entertainment news, મનોરંજન

विज्ञापन