કોરોના વચ્ચે દીપિકા પાદુકોણે પપ્પાને લખી સ્પેશ્યલ નોટ કહ્યું - અમને તમારા પર ગર્વ છે

News18 Gujarati
Updated: March 24, 2020, 11:06 AM IST
કોરોના વચ્ચે દીપિકા પાદુકોણે પપ્પાને લખી સ્પેશ્યલ નોટ કહ્યું - અમને તમારા પર ગર્વ છે
દીપિકા પાદુકોણ

પ્રકાશ પાદુકોણ પર લખાયેલો એક લેખને વાંચીને દીપિકા થઇ ભાવુક

  • Share this:
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) કોરોના વાયરસના કારણે હાલ ઘરમાં રહીને આરામ ફરમાવી રહી છે. જો કે આજ કારણે તે અચાનક સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ થઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર તે આજ કાલ રોજ એપિસોડ શબ્દ સાથે પોતાના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. જો આ તમામ વાતોની વચ્ચે દીપિકાએ તેના પિતા અને જાણીતા સ્પોર્ટ પર્સનલ પ્રકાશ પાદુકોણ (Prakash Padukone) એક સ્પેશ્યલ નોટ સોશિયલ મીડિયા પર લખી છે. અને તેમની ખાસ જીત અને ઇન્ડિયન સ્પોર્ટમાં તેમના યોગદાન વિષે તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone)ના પિતા પ્રકાશ પાદુકોણ (Prakash Padukone) ભૂતપૂર્વ બેંડમિન્ટન ખેલાડી અને જાણીતા સ્પોર્ટમેન છે. દીપિકાએ પિતાની લંડન વેમ્બ્લે એરીનામાં જીતને યાદ કરતા કહ્યું કે "પાપા બેડમિન્ટન અને ઇન્ડિયન સ્પોર્ટમાં યોગદાન માટે આભાર. સખત પરિશ્રમ, અનુશાસન અને દ્રઢ નિશ્ચય માટે અમને તમારા પર ગર્વ છે. મનથી તમારો ખૂબ ખૂબ આભાર."જો કે આવું પહેલીવાર નથી કે દીપિકાએ સોશિયલ મીડિયા પર પોતાના પિતાના વખાણ કર્યા હોય. તે આ પહેલા પણ અનેક વાર વિવિધ મંચ પરથી આ કામ કરી ચૂકી છે. દીપિકા પાદુકોણે એક પત્રકારના ટ્વિટને રિટ્વિટ કરીને આમ કહ્યું હતું. આ પત્રકારે 40 વર્શ પહેલા લંડનના વેમ્બલે અરેનામાં પ્રકાશ પાદુકોણે ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયન શીપ જીતી હતી તેની યાદો તાજા કરી હતી. આ અંગે લખાયેલા એક આર્ટિકલમાં તેમણે દીપિકા પાદુકોણને પણ ટેગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે રણવીર અને દીપિકા હાલ પોતાના ક્વારનટાઇન પર સંપૂર્ણરીતે ધ્યાન આપી રહ્યા છે. સાથે જ તે પોતાના ફિટનેસનું પણ ધ્યાન રાખી રહ્યા છે. હાલમાં જ તેમની સાથે વર્કઆઉટ કરતી તસવીરો પણ સોશિયલ મીડિયામાં આવી હતી. વર્કફંટની વાત કરીએ તો છપાક પછી દીપિકા રણવીર સિંહ સાથે ફિલ્મ 83માં સાથે દેખાવી હતી. જો કે આ ફિલ્મની રીલિઝ કોરોના વાયરસના કારણે હાલ પૂરતી સ્થગિત થઇ છે.
First published: March 24, 2020
વધુ વાંચો
अगली ख़बर