Video : રણવીરની વાતો ચાલતી હતી અને દીપિકાએ ડરીને કહ્યું 'આવી ગયો તે!'

News18 Gujarati
Updated: October 14, 2019, 10:42 AM IST
Video : રણવીરની વાતો ચાલતી હતી અને દીપિકાએ ડરીને કહ્યું 'આવી ગયો તે!'
રણવીર- દીપિકા

મુંબઇમાં રવિવારે જીયો મામી મૂવી મેલા વિથ સ્ટાર્સ 2019 (Jio MAMI Movie Mela with Star) નું આયોજન થયું. દીપિકા પાદુકોણે (Deepika Padukone) અહીં રણવીરની તેવી વાત કરી કે બધા હસી પડ્યા.

  • Share this:
દીપિકા પાદુકોણ (Deepika Padukone) મોટાભાગે તેના પતિ રણવીર સિંહ (Ranveer Singh) વિષે ઇન્ટરવ્યૂમાં ખૂબ જ રસપ્રદ વાતો કરતી રહેતી હોય છે. પણ રવિવારે એક જોરદાર ઘટના થઇ. સ્ટેજ પર દીપિકા, રણવીર સિંહ વિષે વાતો કરતી હતી અને અચાનક જ ડરીને પાછી ફરી, અને પુછવા લાગે 'ક્યાં તે આવી તો નથી ગયો ને!' રવિવાર રાતે મુંબઇમાં જીયો મામી મૂવી મેલા વિથ સ્ટાર્સ 2019 (Jio MAMI Movie Mela with Star) નું આયોજન થયું. જેમાં બોલીવૂડ (Bollywood) ની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણે (Deepika Padukone) પણ હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં બોલિવૂડની અનેક ચર્ચિત હસ્તીઓએ પણ હાજરી રહી હતી. અહીં દીપિકા પાદુકોણ ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપડા અને રાજીવ મસંદ સાથે વાત કરી રહી હતી.



અહીં તેણે રણવીર સિંહની વર્કિંગ સ્ટાઇલ અને નવા રોલની તૈયારી અંગે પૂછવામાં આવ્યું. તો દીપિકાએ કહ્યું કે 'તેની બધી જ વસ્તુઓ બદલાઇ જાય છે. તેનો વૉડરોબ, તેનો પરફ્યૂમ, તેની કાર, તેની ચાલ, તેના કપડા...બધું જ' કહેતા કહેતા દીપકા હંસવા લાગી અને પછી થોડી ક્ષણ માટે બોલતી બંધ થઇ ગઇ અને અચાનક જ ડરીને પાછળ જોવા લાગી અને કહ્યું કે "ક્યાંક તે આવી તો નથી ગયો ને!"આ સાંભળીને હાજર તમામ લોકો હંસી પડ્યો. અને પછી હોસ્ટ કહ્યું કે 'તે અહીં ક્યાંથી આવે!' તો દીપિકાએ કહ્યું 'તેનો કોઇ ભરોસો નથી!' આ સાંભળીને પણ દર્શકો હસી પડ્યા. એટલું જ નહીં આ ઇન્ટરવ્યૂમાં દીપિકા પાદુકોણે રણવીરની નકલ પણ ઉતારી હતી.



 




View this post on Instagram




 

‏" رانفير سينغ خلال تحضيره للدور كل شيء يتغير سيارته و عطره و مشيته و ملابسه، ببساطة أنت ترى عملية التحضير، لو كان يؤدي خلجي فسوف يتحدث و يدخل للمكان كخلجي " - ديبيكا بادكون عن طريقة رانفير سينغ في التحضير للشخصية- Deepika Talking about Ranveer's preparations for a new role : When Ranveer Singh prepare his new role everything will change, his car, perfume , walk and clothes, you can see the operation of his preparations. If he was playing khilji he will talk and walk like him. #deepveer #ranveersingh #deepikapadukone #deepveernews


A post shared by deepveer.news (@deepveer.news) on






વધુમાં રણવીર અને દીપિકાએ તેમના લગ્ન જીવન વિષે પણ એક સુંદર વાત કહી હતી. તેણે કહ્યું કે 'જો તે ખિલજીનો રોલ ભજવશે તો તે સેટ પર અને વ્યક્તિગત જીવનમાં પણ ખિલજીની જેમ જ વર્તાવ કરશે. આ મામલે હું અનેક વાર તેમની મજાક ઉડાવું છે. કદાચ આજ કારણે અમારા સંબંધો આટલા લાંબા ચાલ્યા. કારણ કે તે દર 6 મહિને એક નવો વ્યક્તિ બની જાય છે.
First published: October 14, 2019
વધુ વાંચો
अगली ख़बर