લગ્ન પહેલા રણવીરથી દીપિકાએ આ કારણે બનાવી હતી દૂરી

News18 Gujarati
Updated: October 17, 2019, 10:09 AM IST
લગ્ન પહેલા રણવીરથી દીપિકાએ આ કારણે બનાવી હતી દૂરી
ઉલ્લેખનીય છે કે 14 નવેમ્બરે એટલે કે કાલે રણવીર અને દીપિકાના લગ્નને એક વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે તે પહેલા આ કપલ એકબીજાના વખાણ કરતું સોશિયલ મીડિયા પર નજરે પડ્યું હતું.

દીપિકાએ કહ્યું કેમ લગ્ન પહેલા રણવીર સાથે તે લીવ-ઇનમાં નહતી રહેતી

  • Share this:
બોલીવૂડમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને તેમના ઓફ સ્ક્રીન રૉમાન્સ માટે જાણીતા છે. ત્યારે ફરી આ કપલ ચર્ચામાં છે. દીપિકાએ હાલમાં જ હાર્પર્સ બજાર યુએસ મેગેઝીનને એક એક્સક્યૂઝિવ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેણે તેના પતિ રણવીર, માનસિક સ્વાસ્થય અને લગ્ન જેવા મુદ્દા પર વાતચીત કરી હતી. ત્યારે દીપિકા પાદુકોણને પુછવામાં આવ્યું હતું કે તે લગ્ન પહેલા રણવીરની સાથે એક જ ઘરમાં કેમ ના રહી. કારણ કે હાલ તો લગ્ન પહેલા લીવ ઇનમાં રહેવું તે બોલીવૂડની કોમન છે.

દીપિકાએ આ મામલે જણાવ્યું કે અમે બંને સતત યાત્રાઓ કરી રહ્યા હતા. એટલું જ નહીં અમારા બંને માટે પરંપરાઓને નજર અંદાજ કરવું સરળ નહતું. ખાસ કરીને મારી માટે. કારણ રણવીર હંમેશા કહે છે કે તું જે વસ્તુમાં ખુશ છે હું તેમાં ખુશ છું. પણ મને લાગતું હતું કે બધુ કરવાનો એક યોગ્ય સમય હોવો જોઇએ. જે રીતે મેં મારા માતા-પિતાને વસ્તુઓ હેન્ડલ કરતા જોયા છે. હું પણ તેમ જ કરવા માંગતી હતી. મને કોઇ બીજો રસ્તો ખબર નહતી.

દીપિકાએ વધુમાં કહ્યું કે અમે પહેલા જ જો સાથે રહેવાનું શરૂ કર્યું હોય તો એક બીજા માટે જાણવા-સમજવાનું બાકી શું રહ્યું હોત? ગત 1 વર્ષમાં અમે એકબીજા માટે જેટલું જાણ્યું છે. તેનાથી અમે કદાચ વંચિત રહી જાત. મને આ કહેતા સારું લાગી રહ્યું છે કે અમે આ મામલે સમજદારી બતાવી. અને હવે અમે આ વાતનો પૂરો આનંદ ઉઠાવી રહ્યા છીએ. લગ્ન હજી પણ એક સંસ્થા છે. અને અમે તેનાથી પૂરી રીતે ખુશ છીએ.
First published: October 17, 2019, 10:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading