આલિયા ભટ્ટે રવિવારે સવારે તેની બે તસવીરો શેર કરી હતી. આ તસવીરો શેર કરતી વખતે તેણે જણાવ્યું કે, તેણે તેને બાથરૂમમાં ક્લિક કરી હતી. આમાં આલિયાનો નો મેકઅપ લુક જોવા મળ્યો હતો. આલિયાની આ તસવીર પર દીપિકા પાદુકોણે પણ કમેન્ટ કરી છે. આ સેલ્ફી અને અને દીપિકાની કમેન્ટ પણ વાયરલ થઈ રહી છે.
મુંબઈ: આલિયા ભટ્ટની દીકરી રાહા માતૃત્વનો ઘણો આનંદ માણી રહી છે. ગયા મહિનાની 6 તારીખે, તેણે દિકરીને જન્મ આપ્યો હતો. જેનું નામ તેણે 'રાહા' પાડ્યું હતુ. રણબીર કપૂર અને આલિયા બંન્ને પોતાની દિકરી સાથે સુંદર પળો માણી રહ્યાં છે. જોકે, પુત્રી 'રાહા'ના આગમન પર રણબીર અને આલિયા ખૂબ જ ખુશ છે. આ બધાની વચ્ચે તેણે ફેન્સને રવિવારની ટ્રીટ આપી છે. તેણે પોતાની ખૂબ જ સુંદર તસવીરો ફેન્સ માટે શેર કરી છે. આ તસવીરોમાં તેનો નોમેકઅપ લુક દેખાઈ રહ્યો છે.
તેણે આ સેલ્ફી તેના બાથરૂમમાં લીધી છે. તેણે પોતે ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરી તેની માહિતી આપી હતી. આ સેલ્ફીઝમાં આલિયા ભટ્ટ લોબસ્ટર પ્રિન્ટેડ પિંક આઉટફિટ પહેરેલી દેખાઈ રહી છે, જે નાઈટસૂટ જેવો પણ દેખાય છે. તેણે તેના વાળ બાંધ્યા છે અને તેણે નેચરલ લુકમાં સુર્યની કીરણો સાથે સેલ્ફી લીધી છે.
આલિયા ભટ્ટે લખ્યું, "રવિવારની સવારે, બાથરૂમમાં થોડી સરસ લાઈટ મળી અને કોઈ પણ હેતુ વગર ફોટોશૂટ કર્યું." આલિયાની આ તસવીરો ધરાવતી પોસ્ટ પર તેના ઈન્ડસ્ટ્રીના તેના મિત્રો, તેની માતા અને તેના ફેન્સે પણ કોમેન્ટ કરી છે. આલિયાની માતા સોની રાઝદાને કોમેન્ટમાં હસતા ઇમોજી સાથે 'હી હી' લખ્યું.
દીપિકા પાદુકોણે ટિપ્પણી કરી
આ સાથે જ દીપિકા પાદુકોણે એક ફની કમેન્ટ કરી છે. તેણે લખ્યું હતું કે, "હું શા માટે અશ્વગંધા બાઉન્સનને કેમ સૂંઘુ?" લોકો દીપિકાની આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને અશ્વગંધા બાઉન્સ પર ટિપ્પણી કરી રહ્યા છે. તે જ સમયે, ચાહકો આલિયાની પોસ્ટ પર હૃદયથી ઇમોજીસ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી કે, "સૌથી સુંદર માતા."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર