શાહરૂખ ખાનની પઠાણ માટે દીપિકા પાદુકોણને મળી 15 કરોડ રૂપિયાની ફી

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ

  • Share this:
    યશરાજ ફિલ્મ (Yash Raj Films)ના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ પઠાણ (Pathan) હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. 2018 પછી સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan) આ ફિલ્મની રૂપેરી પડદે પાછા ફરી રહ્યા છે. તો આ સિવાય આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone)અને જ્હોન અબ્રાહ્મ (John Abraham) પણ મહત્વનો રોલ ભજવી રહ્યા છે.
    આ ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદે કહ્યું કે તે એક જબરદસ્ત એક્શન થ્રિલર ફિલ્મ બનાવવા માંગતા હતા. આદિત્ય ચોપડાએ આ ફિલ્મ માટે મોટું બજેટ નક્કી કર્યું છે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પછી દીપિકાની ફી મામલે હાલ મોટી ખબર સામે આવી રહી છે.
    દીપિકા પાદુકોણને બોલિવૂડની ટોપ એક્ટ્રેસ માનવામાં આવે છે. અને તેવું કહેવાઇ રહ્યું છે કે આ ફિલ્મથી તેમની સારી એવી કમાણી થઇ ગઇ છે. પોતાની દમદાર એક્ટિંગ અને મોટી ફેનફોલોઇંગ કારણે દીપિકા આ ફિલ્મમાં મોટી રકમ મેળવવામાં સફળ રહી છે તેવી જાણકારી મળી છે. કહેવાય છે કે દીપિકા તેની દરેક ફિલ્મમાં એક પછી એક મોટી રકમ લે છે. ત્યારે બોલીવૂડ હંગામામાં છપાયેલી ખબરની વાત માનીએ તો દીપિકાએ ફિલ્મ પઠાન માટે લગભગ 14-15 કરોડ રૂપિયાની ફી લીધી છે. આ ફિલ્મની શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે.
    આ પહેલા એક્ટર જ્હોન અબ્રાહમની ફી મામલે પણ ચર્ચા સામે આવી હતી. તેવું કહેવામાં આવ્યું હતું કે જ્હોનને આ ફિલ્મ માટે 20 કરોડ રૂપિયાની ફી મળી છે. આ ફિલ્મમાં જ્હોન એક દમદાર વિલનનો રોલ ભજવતા નજરે પડશે. અને તેમણે 60 દિવસમાં પોતાની શૂટિંગ પૂરી કરી લીધી છે.
    કહેવાય છે કે આ બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોંઘી એક્શન ફિલ્મ છે. આદિત્ય ચોપડા આમ પણ મોટા પ્રમાણમાં પોતાની ફિલ્મો પાછળ પૈસા લગાવે છે. આદિત્ય ચોપડાએ ફિલ્મ પઠાણમાં કોઇ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ નથી કરવા ઇચ્છતા. અને આ માટે જ તેમણે આ ફિલ્મ માટે લગભગ 200 કરોડ રૂપિયાનું બજેટ તૈયાર કર્યું છે. ખાસ વાત તો તે છે આ ફિલ્મમાં હજી શાહરૂખ ખાનની ફી જોડવામાં નથી આવી. આદિત્ય પોતાની ફિલ્મ આ સ્ટારથી તેવી ફિલ્મ બનાવવા માંગે છે જે આંતરાષ્ટ્રીય માનકો પર પણ ખરી ઉતરે.
    Published by:Chaitali Shukla
    First published: