છપાક જોવા પહોંચી લક્ષ્મી અગ્રવાલની પુત્રી, દીપિકાને જોઇ આપ્યું આ રિએક્શન

News18 Gujarati
Updated: January 16, 2020, 9:59 AM IST
છપાક જોવા પહોંચી લક્ષ્મી અગ્રવાલની પુત્રી, દીપિકાને જોઇ આપ્યું આ રિએક્શન
લક્ષ્મી અગ્રવાલ તેમની દીકરી પીહુ અને દીપિકા સાથે

"હું શ્યોર નહતી કે મારી સાથે થયેલી આ ઘટનાને મારી પુત્રી કેવી રીતે દેખશે?" : લક્ષ્મી

  • Share this:
અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની ફિલ્મ છપાક (Chhapaak) રીલિઝ પહેલા જ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં હતી. ત્યારે રીલિઝ પછી આ ફિલ્મે લોકોના મનમાં એક ખાસ ઓળખ મેળવી છે. અને તેને ખૂબ જ પોઝિટીવ રિવ્યૂ મળી રહ્યા છે. ત્યારે છપાક જે એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારીત છે તેની દીકરી પીહૂએ દીપિકા પાદુકોણની આ ફિલ્મ થિયેટરમાં દેખી. જે પછી તેનું રિએક્શન ખૂબ જ ઇમોશનલ હતું.

લક્ષ્મી અગ્રવાલે આપેલા લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મારી દીકરીએ જણાવ્યું કે "હું શ્યોર નહતી કે મારી સાથે થયેલી આ ઘટનાને મારી પુત્રી કેવી રીતે દેખશે. તે મોટાભાગની ફિલ્મો અડધેથી જ છોડી દે છે. પણ છપાક તેણે શાંતિથી બેસીને પૂરી જોઇ. તે પછી તેણે અનેક રીતના સવાલ મને પુછ્યા. મેં તમામ સવાલોના જવાબ આપ્યા. ફિલ્મ પછી તેણે મને બહુ પ્રેમ દેખાડ્યો. અને તે દીપિકાને પણ ગળે મળી. હું તેનો એક વીડિયો બનાવવા માંગતી હતી અને દુનિયાને બતાવવા માંગતી કે તેણે કેવી રીતે ફિલ્મને લઇને રિએક્શન આપ્યું."

લક્ષ્મી અગ્રવાહ દીકરી પીહૂ સાથે


મીડ ડેને આપેલા ઇન્ટરવ્યૂમાં લક્ષ્મી કહ્યું કે આ ફિલ્મે અમારી અવાજને જ માત્ર મજબૂત નથી કરી પણ લોકોના મનમાં અમારા માટે સન્માન પણ વધાર્યું છે. ચાંદની ચૌકમાં રહેતા લોકો જૂના વિચારોના છે. અને તે અમારા જેવા લોકોનો મજાક ઉડાવે છે. પણ હવે જ્યારે હું ત્યાં ગઇ તો એક દુકાનદારે મને અંદર બોલાવી મને સેલ્યૂટ કર્યું. આ ફિલ્મે લોકોના મનમાં અમારા માટે જગ્યા બનાવી છે. હવે અમે ધીમે ધીમે આ દુખમાંથી બહાર આવી ગયા છીએ. લક્ષ્મીએ આ ફિલ્મ રીલિઝ પછી લોકોના વિચારોમાં આવતા પરિવર્તન મામલે પણ ખુલીને વાત કરી. અને તે આ ફિલ્મ અને તેને મળી રહેલ રિસ્પોન્સથી ખુશ નજરે પડી.
First published: January 16, 2020
વધુ વાંચો
अगली ख़बर