TikTok પર Hit થઇ દીપિકા, 12 કલાકમાં જ 12 લાખ ફૉલોવર્સ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે એક ડાન્સ, એક વીડિયો અને એક પરિચય વીડિયો પોસ્ટ કર્યો છે.

  • Share this:
    અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) પોતાના જન્મદિવસના એક દિવસ પહેલા ટિકટોક (Tiktok) પર પોતાનો ડેબ્યૂ આપ્યો. તેમના પ્રશંસકોએ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર આવતા જ તેમને શુભકામનાઓ આપી. માત્ર 12 કલાકના સમયમાં જ તેમના 12 લાખ ફૉલોવર્સ બની ગયા. દીપિકાએ વધુમાં ટિકટોકના માધામ્યથી છપાક ફિલ્મનું પ્રમોશન પણ કર્યું. ચાર જાન્યુઆરીએ તેમને શોર્ટ ફોર્મ મોબાઇલ વીડિયો પ્લેટફોર્મ જોઇન કર્યું. અને તેમના પહેલા 6 વીડિયો જે તેમણે પોસ્ટ કર્યા તે પર તેમને કુલ 5.4 કરોડ વ્યૂજ મળ્યા. અને તેમના 3 અલગ અસગ વીડિયોને 1.2 કરોડ વ્યૂઝ મળ્યા.
    @deepikapadukone

    abhi thoda raap shaap kartein hein!🎤 @motivationkimachine

    ♬ original sound - deepikapadukone


    દીપિકા પાદુકોણે એક ડાન્સ, એક વીડિયો અને એક પરિચય વીડિયો પોસ્ટ કર્યો છે. વળી એકથી બે વીડિયોમાં તેમની સાથે છપાક ફિલ્મ જેના જીવન પર બની છે તેવી લક્ષ્મી અગ્રવાલ પણ નજરે પડે છે. વળી આ ટિકટોક વીડિયોમાં દીપિકા પાદુકોણનો Cool અંદાજ પણ નજરે પડે છે.
    @deepikapadukone

    Latt Patt Latt Patt!💋 @nagmaa

    ♬ original sound - deepikapadukone


    દીપિકાએ કહ્યું કે મોટા ભાગના લોકો મને શાંત સ્વભાવની માને છે. પણ મારો એક પાગલ, રસપ્રદ અને સહજ પક્ષ પણ છે. જેને ખાલી મારા નજીકના લોકો જાણે છે. ટિકટોકના માધ્યમથી હું મારા વ્યક્તિનો આ પહેલૂ મારા પ્રશંસકો સુધી પહોંચાડવા માંગુ છું. દીપિકા પાદુકોણ સ્ટાર્ર ફિલ્મ છપાક 10 જાન્યુઆરીએ રીલિઝ થશે. અને આ ફિલ્મનો ટાઇટલ ટ્રેક 3 જાન્યુઆરીએ રીલિઝ થયો હતો. ગીતમાં ગુલઝારના લિરિક્સ અને અરિજીત સિંહની સુંદર અવાજનું કોમ્બિનેશન છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
    Published by:Chaitali Shukla
    First published: