Ohh No...દીપિકા પાદુકોણે ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાથી ડિલીટ કરી તમામ પોસ્ટ, જાણો કારણ

Ohh No...દીપિકા પાદુકોણે ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાથી ડિલીટ કરી તમામ પોસ્ટ, જાણો કારણ
ન્યૂ યરથી બિલકુલ પહેલા એક ઝટકામાં દીપિકા પાદુકોણના એકાઉન્ટથી તમામ પોસ્ટ આ રીતે ગાયબ થઈ જવાથી અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે

ન્યૂ યરથી બિલકુલ પહેલા એક ઝટકામાં દીપિકા પાદુકોણના એકાઉન્ટથી તમામ પોસ્ટ આ રીતે ગાયબ થઈ જવાથી અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે

  • Share this:
    મુંબઈઃ બોલિવૂડ (Bollywood)ની ‘મસ્તાની’ એટલે કે દીપિકા પાદુકોણ (Deepika Padukone)ના સોશિયલ મીડિયા (Social Media)ના એકાઉન્ટ્સ હૅક થઈ ગયા છે? તમે વિચારી રહ્યા હશો કે નવા વર્ષની શરૂઆતમાં આ વળી કેવો સવાલ છે. પરંતુ અહેવાલ એવા છે કે નવા વર્ષ 2021ની શરૂઆતથી પહેલા દીપિકા પાદુકોણના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક (Facebook), ટ્વીટર (Twitter) અને ઇન્સ્ટાગ્રામ (Instagram)ની તમામ પોસ્ટ ગાયબ થઈ ગઈ છે. હવે એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ પોસ્ટ દીપિકાએ જાતે ડિલીટ કરી છે કે તેનું એકાઉન્ટ હૅક થયું છે. દીપિકાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ ઘણી વધારે છે, એવામાં હવે તેના પ્રશંસકો માટે આ એક ચિંતાનો વિષય છે.

    દીપિકા પાદુકોણને ઇન્સ્ટાગ્રામ પર 52 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. બીજી તરફ ટ્વીટર અને ફેસબુક ઉપર પણ તેના ઘણા બધા ફોલોઅર્સ છે.




    એવમાં ન્યૂ યરથી બિલકુલ પહેલા એક ઝટકામાં તેના એકાઉન્ટથી તમામ પોસ્ટ આ રીતે ગાયબ થઈ જવાથી અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. જ્યારે દીપિકાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી તમામ પોસ્ટ ડિલીટ કરી તો તેના પ્રશંસકોને આશ્ચર્ય થયું કે આખરે આવું કેમ થઈ રહ્યું છે.

    આ પણ વાંચો, શરમજનક! શ્રદ્ધાંજલિ સભામાં અશ્લીલ ગીતો પર બાર બાળાઓનો ડાન્સ, શોકસભામાં લોકોના ઠુમકા


    એ જોવાનું બાકી છે કે શું આ તેની નવી ફિલ્મના પ્રમોશનની રણનીતિનો હિસ્સો તો નથી ને. પ્રશંસકોને હવે એ જાણવા માટે થોડી રાહ જોવી પડશે.


    દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહની સાથે હાલમાં રાજસ્થાનમાં છે અને તે ન્યૂ યર સેલિબ્રેટ કરી રહી છે. આ વર્ષે દીપિકાની જિંદગીમાં ઘણી ઉથલ પાથલ રહી. દીપિકાનું ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ તેની સામે અનેક સવાલો પણ ઊભા થયા.

    આ પણ વાંચો, ઓનર કિલિંગ! યુવતી અને તેના પ્રેમીને કોર્ટ મેરેજના બહાને બોલાવી જાહેરમાં ગોળી મારી કરી હત્યા

    દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે શકુન બત્રાની ફિલ્મ મહાભારત, પઠાન અને પ્રભાસ સ્ટારર ફિલ્મ જેનું હજુ ટાઇટલ સામે નથી આવ્યું તેમાં કામ કરી રહી છે. સિદ્ધાન્ત ચતુર્વેદી અને અનન્યા પાંડેની સાથે તે એક ફિલ્મ કરી રહી છે. જેના શૂટિંગ દરમિયાન તે સ્પોટ થઈ હતી. આ ફિલ્મો આ વર્ષે રિલીઝ થવાની શક્યતા છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 01, 2021, 08:05 am

    ટૉપ ન્યૂઝ