દીપિકા પાદુકોણથી લઇને અનુષ્કા શર્મા સુધી આ રીતે લડી રહ્યા છે Coronavirusથી

દીપિકા પાદુકોણ અને અનુષ્કા

દીપિકા પાદુકોણ અને અનુષ્કાએ વીડિયોના માધ્યમથી સમજાયું કેવી રીતે તમારે કોરોનાથી રાખવી સાવચેતી

 • Share this:
  દુનિયાભરના લોકો કોરોના વાયરસથી લડી રહ્યા છે. કોરોના વાયરસ (Coronavirus) નો આ પ્રકોપ દુનિયાભરમાં છવાયો છે. ઇટલી સમેત અનેક દેશો લોકડાઉન હેઠળ ઘરમાં પુરાઇ ગયા છે. ત્યારે આવી સ્થિતિમાં કોરોના અંગે જાગૃતતા ફેલવવા માટે ફિલ્મ સ્ટાર્સ પણ આગળ આવ્યા છે. દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) વીડિયો શેર કરીને જણાવ્યું કે કેવી રીતે તે કોરોના વાયરસની સામે આ જંગથી લડી રહી છે. સાથે જ આ અભિનેત્રીઓએ કોરોના માટે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ પણ કર્યો છે. આ વીડિયો દ્વારા તેમણે સેફ હેન્ડ્સ ચેલેન્જ (Safe Hands Challege) જેને WHO દ્વારા આગળ વધારવાની અપીલ કરાઇ છે તે અંગે પણ જાણકારી આપવામાં આવી છે.

  વિશ્વ સ્વાસ્થય સંગઠન એટલે કે WHOએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. ત્યાં જ લોકોને આનાથી બચવા માટે અનેક પ્રકારની સાવધાની રાખવાની વાત કહી છે. સરકાર અને સ્વાસ્થય વિભાગે પોતાની સુરક્ષા પોતે કરવાની તૈયારી બતાવવાનું કહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણ માટે માસ્ક પહેરવું, સેનેટાઇઝરનો ઉપયોગ સાથે જ સમયાંતરે સાબુથી વ્યવસ્થિત હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે. WHO આ માટે જાગૃતતા ફેલાય તે માટે સેફ હેન્ડસ ચેલેન્જની પણ શરૂઆત કરી છે.  દીપિકા પાદુકોણે પોતાની ચેલેન્જ પૂરી કરી એક વીડિયો લોકો માટે મૂક્યો છે. તો અનુષ્કા શર્માએ પણ આની જાગૃતતા માટે વીડિયો શેર કર્યો છે. જે અંતર્ગત હાથ કેવી રીતે સાફ કરવા તે જણાવવામાં આવ્યું છે.
  ઉલ્લેખનીય છે કે ચીન પછી ભારતમાં પણ કોરોના વાયરસ તેજીથી ફેલાઇ રહ્યો છે. ભારતભર તેના નવા કેસ સામે આવી રહ્યા છે. અને ભારતમાં કોરોના વાયરસથી ત્રણ લોકોની મોત પણ થઇ ચૂકી છે. ત્યારે કોરોનાથી ડરવાના બદલે અમુક સાવધાની વર્તવી જરૂરી બની ગયું છે. જે મુજબ હાથની સાબુથી સફાઇ, માસ્ક પહેરવું, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો હિતાવહ છે.
  Published by:Chaitali Shukla
  First published: