દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે PM Cares ફંડમાં કર્યું દાન

News18 Gujarati
Updated: April 4, 2020, 12:12 PM IST
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે PM Cares ફંડમાં કર્યું દાન
દીપિકા અને રણવીર

રણવીર સિંહ આ અંગે તેના સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી.

  • Share this:
બોલિવૂડના પાવર કપલ તેવા દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહે (Ranveer Singh) કોરોના વાયરસ (corona virus covid 19) સામેની જંગમાં લોકોને મદદ કરવા માટે પોતાનો હાથ લંબાવ્યો છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અપીલ પછી પીએમ કેર ફંડ્સ (PM Cares Fund)માં પોતાના તરફથી એક રકમ દાન કરી છે. જો કે તેમણે કેટલા રૂપિયાનું દાન કર્યું છે તે તેમણે જાહેર નથી કર્યું. અને આ દાનને ગુપ્તદાન રાખ્યું છે.

રણવીર સિંહે પોતાના સોશિયલ મીડિયા પર આ અંગે એક પોસ્ટ કરીને જાહેરાત કરી હતી. તેણે લખ્યું હતું કે 'હાલની પરિસ્થિતિમાં નાનામાં નાનો પ્રયાસ પણ મહત્વનો છે. અમે પૂરી વિનમ્રતાથી પીએમ-કેર ફંડમાં યોગદાન કરવાનો સંકલ્પ લઇએ છીએ. આશા રાખીએ છીએ કે તમે પણ તેમાં યોગદાન આપશો. આ સંકટના સમયે આપણે બધાએ એક સાથે રહેવાની જરૂર છે. દીપિકા અને રણવીર.'


ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ દીપિકાએ WHO સંસ્થા કહેવા પર પોતાના સોશિયલ મીડિયા દ્વારા લોકોને કોરોના વાયરસથી બચવા હાથ ધોતી વખતે શું ધ્યાન રાખવું તે અંગે જાણકારી આપી હતી. સાથે જ રણવીર અને દીપિકા 21 દિવસના આ લોકડાઉન સમયે લોકોને ઘરમાં રહેવાની અપીલ તેમના સોશિયલ મીડિયાના માધ્યમથી સતત કરી રહ્યા છે. સાથે જ આ સમયે તે લોકો કેવી રીતે પોતાને સ્વસ્થ રાખવું તે અંગે પણ લોકોને જાગૃત કરી રહ્યા છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેન્સ તેમના આ કાર્ય માટે તેમની સરાહના કરી છે.
First published: April 4, 2020, 12:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading