Home /News /entertainment /દીપિકા પાદુકોણે રણવીરને કેમ મેરેજ એનિવર્સરી પર ના કર્યુ વિશ? કારણ જાણીને ફેન્સનું તૂટ્યુ દિલ!

દીપિકા પાદુકોણે રણવીરને કેમ મેરેજ એનિવર્સરી પર ના કર્યુ વિશ? કારણ જાણીને ફેન્સનું તૂટ્યુ દિલ!

ફોટોઃ @deepikapadukone

દીપિકા અને રણવીર બોલિવૂડના બેસ્ટ કપલમાંથી એક છે. ગઈકાલે રણવીર-દીપિકાના લગ્નની ચોથી વર્ષગાંઠ હતી. રણવીરે દીપિકાની ઓફિસે જઈને તેણીને સરપ્રાઇઝ આપ્યુ હતું. જોકે, દીપિકાએ રણવીરને શુભકામના નહતી આપી. જેનાથી ફેન્સ થોડા ચિંતિત હતા. પરંતુ, હવે દીપિકાએ રણવીરને કેમ વિશ નહતું કર્યુ તેનું કારણ સામે આવ્યું છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના સૌથી પ્રસિદ્ધ કપલ્સમાંથી એક છે. બંને સાર્વજનિક રીતે પોતાના પ્રેમને વ્યક્ત કરતા પણ જોવા મળે છે. કપલે 14 નવેમ્બરે પોતાના લગ્નની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરી છે. આ મોકા પર રણવીરપે પોતાની પત્ની દીપિકા માટે એક ખૂબ જ સુંદર પોસ્ટ કરી અને ખાસ અંદાજમાં શુભકામના પણ આપી હતી. પરંતુ, દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કંઈપણ શેર નથી કર્યુ. શું તમે જાણો છો તેનું કારણ? તેનું ખાસ કારણ સામે આવ્યુ છે. જે તેણીની પ્રોફેશનલ લાઇફ સાથે જોડાયેલું છે.

    બોલિવૂડ લાઇફના એક રિપોર્ટ અનુસાર દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર રણવીર સિંહને પોતાના લગ્નની વર્ષગાંઠની વિશ સોશિયલ મીડિયા પર નહતી કરી. કારણકે, તે આવા પ્લેટફોર્મનો ઉપયોગ તેણીના પ્રોફેશનલ કામ માટે કરે છે. તેના સિવાય, દીપિકા એવુ માને છે કે રણવીર માટે પોતાના પ્રેમને વ્યક્ત કરવા તેણીને કોઈ સોશિયલ મીડિયાની જરુરત નથી.

    આ પણ વાંચોઃ Bipasha Karan Daughter: 'દેવી'ને લઈને ઘરે પહોંચ્યા મમ્મી-પપ્પા, વીડિયોમાં જોવા મળી પહેલી ઝલક!

    પ્રેમ વ્યક્ત કરવા સોશિયલ મીડિયાની નથી જરુર


    રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, "દીપિકા પાદુકોણ પોતાના પતિ અને એક્ટર રણવીર સિંહને ખૂબ જ પ્રેમ કરે છે અને પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે તેણીને સોશિયલ મીડિયાની જરુર નથી. હાં, તેણી જાણે છે કે લોકોની હંમેશા તે બંને ઉપર નજર રહે છે. તેણીને પૈપરાઝીને પોઝ આપવામાં અને કપલ બોન્ડ બતાવવામાં કોઈ તકલીફ નથી."



    રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, દીપિકા પાદુકોણ ફક્ત પોતાના પ્રોફેશનલ કામ માટે જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે અને પર્સનલ લાઈફને વચ્ચે નહીં લાવે. દીપિકા સોશિયલ મીડિયા ડિટૉક્સ પર છે અને સોશિયલ મીડિયાની દુનિયામાં રહેતી કોઈપણ ચીજ વસ્તુની આદત પાડવા નથી માંગતી. તેણી પોતાની પર્સનલ લાઈફની દરેક વાતો સોશિયલ મીડિયા પર શેર નહીં કરે."

    આ પણ વાંચોઃ કાજોલનો રેડ હૉટ લુક જોઈને તમે પણ થઈ જશો દિવાના, કાતિલ અંદાઓ પરથી નથી હટી રહી ફેન્સની નજર

    રણવીર સિંહે મોકલી ચોકલેટ અને ફૂલ


    લગ્નની ચોથી વર્ષગાંઠ પર રણવીર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર દીપિકાની ઓફિસની તસવીર શેર કરી હતી, જેમાં તેણી પોતાની ટીમની સાથે વાત કરતી જોવા મળી હતી. કેપ્શનમાં રણવીરે ખુલાસો કર્યો હતો કે, દીપિકા વ્યસ્ત હતી એટલે મે ચોકલેટ અને ફૂલ મોકલ્યા હતાં.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Entertainment news, બોલીવુડ, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन