Death Anniversary: ગબ્બર સિંહનું પાત્ર ભજવીને અમજદ ખાન અમર થઈ ગયા, જાણો તેમને કેવી રીતે મળી હતી Sholey

ગબ્બર સિંહ અને કાલિયા (ફાઈલ ફોટો)

અમજદ ખાનને ફિલ્મ ‘શોલે’માં કામ કરવાની તક કેવી રીતે મળી તે પણ ખૂબ જ રસપ્રદ બાબત છે.

  • Share this:
બોલીવુડ (Bollywood)ના દિગ્ગજ એક્ટર અમજદ ખાન (Amjad Khan) ફિલ્મ ડાયરેક્ટર પણ હતા. અમજદ ખાન વિલનનું પાત્ર ભજવવા માટે જાણીતા હતા. વર્ષ 1975માં ફિલ્મ ‘શોલે’માં તેમણે ગબ્બર સિંહનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. અમજદ ખાને 132 ફિલ્મોમાં કામ કર્યું હતું અને 27 જુલાઈ 1992ના રોજ તેમનું નિધન થયું હતું. ‘શોલે’ (Sholey) એવી ફિલ્મ છે, જેના તમામ પાત્ર, ડાયલોગ અને ગીત 46 વર્ષ બાદ આજે પણ દર્શકો યાદ કરી રહ્યા છે. આ ફિલ્મના તમામ પાત્ર ખૂબ જ રસપ્રદ છે, પરંતુ ગબ્બર સિંહનો અંદાજ સૌથી અલગ હતો. અમજદ ખાનને ફિલ્મ ‘શોલે’માં કામ કરવાની તક કેવી રીતે મળી તે પણ ખૂબ જ રસપ્રદ બાબત છે.

ફિલ્મ ‘શોલે’ માં ડાકૂ ગબ્બર સિંહ (Gabbar singh)ના રોલ માટે ફિલ્મ નિર્માતા નિર્દેશક અભિનેતા ડેનીને લેવા ઈચ્છતા હતા. તે સમયે અભિનેતા ડેની ફિલ્મ ‘ધર્માત્મા’ ના શુટીંગમાં વ્યસ્ત હતા, આ કારણોસર તેમણે ગબ્બરનો રોલ કરવા માટે અસમર્થતા દર્શાવી હતી. ત્યારબાદ પ્રોડ્યુસર અને ડાયરેક્ટરે આ દમદાર રોલ માટે કયા એક્ટરને લેવો તે વિશે વિચારી રહ્યા હતા.

આ પણ વાંચોઆ Appએ તમામ Record તોડી નાખ્યા! પુરી દુનિયાની આબાદીથી વધારે છે તેનો ડાઉનલોડ આંકડો પહોંચ્યો

ફિલ્મ ડાયરેક્ટર રમેશ સિપ્પીએ અમજદ ખાનને સ્ટેજ પર પર્ફોર્મન્સ કરતા જોયા હતા, તે સમયે અમજદ ખાનની એક્ટિંગ જોઈને તેઓ સમજી ગયા હતા કે ગબ્બર સિંહના રોલ માટે અમજદ ખાન એકદમ પરફેક્ટ ચોઈસ છે. રમેશ સિપ્પીએ વર્ષ 2020માં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “મેં તેમનું સ્ટેજ પર્ફોર્મન્સ જોયું હતું. તેમનો અવાજ, પર્સનાલિટી, લુક તમામ બાબતો તેમને ખૂબ જ ગમ્યું હતું. અમજદ ખાનને ગબ્બરના રોલ માટે દાઢી વધારવાનું કહેવામાં આવ્યું, ત્યાર બાદ તેમનો એક ફોટો પાડવામાં આવ્યો હતો. આ પ્રકારે ડાકૂ ગબ્બર સિંહ માટે તેમનું સિલેક્શન થઈ ગયું.”

આ પણ વાંચોમોબાઈલ સીમની જેમ બદલાઈ જશે વીજળી કનેક્શન, મોદી સરકાર લાવવા જઈ રહી નવો કાયદો

ફિલ્મ ‘શોલે’ થિયેટરમાં રિલીઝ થઈ ત્યારે આખા દેશમાં આ ફિલ્મની ચર્ચા થઈ રહી હતી. તેઓ ખૂંખાર ડાકૂના રોલથી લઈ કોમેડી રોલ ખૂબ જ સારી રીતે ભજવતા હતા. તેમણે તેમની દમદાર એક્ટિંગથી ફિલ્મોમાં ખલનાયકનું વ્યાખ્યા જ બદલી નાખી હતી.
First published: