સુનીલ શેટ્ટીનાં બોલાવવા પર મુંબઇ પહોચ્યા ડાંસિંગ સ્ટાર 'ડબ્બૂ જી'

News18 Gujarati
Updated: June 4, 2018, 12:30 PM IST
સુનીલ શેટ્ટીનાં બોલાવવા પર મુંબઇ પહોચ્યા ડાંસિંગ સ્ટાર 'ડબ્બૂ જી'
સંજીવ શ્રીવાસ્તવે તેમનાં પરિવારનાં એક લગ્ન સમારંભમાં ડાન્સ કર્યો હતો તેનો વીડિયો રાતોરાત વાઇરલ થઇ ગયો છે

સંજીવ શ્રીવાસ્તવે તેમનાં પરિવારનાં એક લગ્ન સમારંભમાં ડાન્સ કર્યો હતો તેનો વીડિયો રાતોરાત વાઇરલ થઇ ગયો છે

  • Share this:
મુંબઇ: પોતાનાં ડાન્સને કારણે રાતો રાત ઇન્ટરનેટ સનસની બનીને મધ્યપ્રદેશનાં વિદિશાનો પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફે ડબ્બૂજી બોલિવૂડ સ્ટાર સુનીલ શેટ્ટીનાં બોલાવવા પર માયા નગરી મુંબઇ પહોંચી ગયો છે. સંજીવ શ્રીવાસ્તવને સુનીલ શેટ્ટી કોઇ પ્રોજેક્ટ દ્વારા લોન્ચ કરી શકે છે. જોકે હજુ સુધી આ મુદ્દે કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી.

ઇન્ટરનેટ પર ડાન્સર અંકલનાં નામથી પ્રખ્યાત પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવને સુનીલ શેટ્ટીએ ફોન કરીને મુંબઇ બોલાવ્યો હતો. આ પહેલાં વિદિશા નગર નિગમે સંજીવ શ્રીવાસ્તવને તેનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. પ્રોફેશનથી પ્રોફેસર સંજીવ વિદિશાનાં રહેવાવાળા છે. તે ભોપાલનાં ભાભા રિસર્ચ સંસ્થામાં ભણાવે છે.

મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રી શઇવરાજ સિંહ ચૌહાણે પણ 'ડાન્સર અંકલ'નાં ડાન્સનો વીડિયો ટ્વિટ કરતીને તેનાં વખાણ કર્યા હતાં. મુખ્યમંત્રી શિવરાજ સિંહે ટ્વટિ કરીને લખ્યું કે, 'અમારા વિદિશાનાં ભોપાલમાં કાર્યરત પ્રોફેસર શ્રી સંજીવ શ્રીવાસ્તવજીની જિંદાદિલીને આખા ભઆરતમાં ઇન્ટરનેટ પર ખડભડાટ મચાવી દીધો છે. તમે માનો કે ના માનો મધ્યપ્રદેશનાં પાણીમાં કંઇક તો ખાસ વાત છે જ.'

આ પહેલાં ન્યૂઝ18 સાથે વાતચીતમાં સંજીવજીએ કહ્યું કે, ડાન્સ તો તેમનાં રગ રગમાં સમાયેલો છે. 10 વર્ષની ઉંમરથી તેમનાંમાં ડાન્સનું ગાંડપણ છે. જેને અત્યારે ઓળખ મળી છે. હાલમાં પણ તે સિલસિલો કાયમ છએ કે કોલજેનાં બાળકો તેમની ફેરવેલ પાર્ટીમાં સંજીવ જી સાથે ડાન્સ કરે છે. પ્રોફએસર સાહેબનાં પસંદિદા ડાન્સ મિથુન ચક્રવર્તી છે અને આ ઉપરાંત તેમને ગોવિંદા અને જાવેદ જાફરી પણ પસંદ છે. આ પહેલાં તેઓ ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેતા હતાં. પણ 45 વર્ષ બાદ તેઓ ફક્ત શોખ માટે જ નાચે છે.

હાલમાં સંજીવ શ્રીવાસ્તવે તેમનાં પરિવારનાં એક લગ્ન સમારંભમાં ડાન્સ કર્યો હતો તેનો વીડિયો રાતોરાત વાઇરલ થઇ ગયો છે. આ ડાન્સ વીડિયોમાં સંજીવજી 1987માં આવેલી ગોવિંદાની ફિલ્મ 'ખુદગર્ઝ'નાં સોન્ગ 'મય સે, મીના સે ના સાકી સે' પર ડાન્સ કરતાં નજર આવે છે.
First published: June 4, 2018
વધુ વાંચો
अगली ख़बर