Dada Saheb Phalke Awards 2020 : રિતિક રોશને મારી બાજી, વાંચો આખી યાદી

News18 Gujarati
Updated: February 22, 2020, 2:32 PM IST
Dada Saheb Phalke Awards 2020 : રિતિક રોશને મારી બાજી, વાંચો આખી યાદી
રિતિક અને દિવ્યાંકા

કાર્યક્રમમાં રિતિક રોશનને તેમની ફિલ્મ સુપર 30 માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

  • Share this:
મુંબઇમાં પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર 2020 (Dada Saheb Phalke Foundation Awards 2020) જાહેરાત થઇ ચૂકી છે. 20 ફેબ્રુઆરીએ થયેલા ગ્રાન્ડ એવોર્ડ ઇવેન્ટ પર બોલિવૂડ અને ટીવી જગતના જાણીતા સિતારા અહીં ગ્લેમરસ અંદાજમાં પહોંચ્યા. સેલેબ્રિટીથી સજાયેલી આ સાંજમાં ટીવી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં શાનદાર યોગદાન આપવા માટે અહીં સેલેબ્રિટીની સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ ફંકશનમાં શ્રેષ્ઠ એકટર માટે જાણીતા અભિનેતા રિતિક રોશન (Hritik Roshan) માટે સન્માનિત કરવામાં આવ્યા. વધુમાં ટીવીની જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi)ને સન્માનિત કરવામાં આવી.

મુંબઇમાં આયોજીત આ કાર્યક્રમમાં રિતિક રોશનને તેમની ફિલ્મ સુપર 30 માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. સાથે જ સુપર 30ને પણ બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો. આ ફિલ્મમાં રિતિક રોશન તેવા ગરીબ બાળકોને આઇઆઇટીની કોચિંગ આપે છે જેને ઉચ્ચ શિક્ષણની જરૂર છે પણ સુવિધાના અભાવે તે આ વસ્તુ મેળવી નથી શકતા. આ ફિલ્મ રિયલ લાઇફ ટીચર આનંદ કુમારથી પ્રેરિત છે. ફિલ્મ માટે રિતિકે તેનું વજન પણ ઓછું કર્યું હતું. અને પોતાના લૂકને પણ સંપૂર્ણ પણે બદલી દીધું હતું. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મમાં કોચિંગ ક્લાસના કોમર્શિયલાઇજેશન પર સીધો પ્રહાર કરવામાં આવ્યો હતો.



આ એવોર્ડમાં મોટી સંખ્યામાં ટીવી કલાકારોએ હાજરી આપી હતી. વેબ સીરીઝ માટે 'કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા' અને યે હે મહોબ્બતે જેવી સીરિયલમાં કામ કરી ચૂકેલી દિવ્યાંકા ત્રિપાઠીને આ એવોર્ડ સમારંભમાં બેસ્ટ એક્ટ્રેસ ઇન ટેલિવિઝન માટે સન્માનિત કરી હતી. દિવ્યાંકા સિવાય ધીરજ કપૂરને પણ બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારે દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ 2020ની આખી યાદી

બેસ્ટ એક્ટર- રિતિક રોશન
બેસ્ટ ફિલ્મ - સુપર 30મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર - કિચ્ચા સુદીપ
બેસ્ટ એક્ટર ઇન ટીવી- ધીરજ કપૂર
બેસ્ટ એક્ટ્રેસ ઇન ટીવી- દિવ્યાંકા ત્રિપાઠી
મોસ્ટ ફેવરેટ ટેલિવિઝન એક્ટર - હરષદ ચોપડા
મોસ્ટ ફેવરેટ જોડી ઇન ટીવી - સુષ્ટિ જા અને શબ્બીર અહલૂવાલિયા (કુમકુમ ભાગ્ય)
બેસ્ટ રિયાલિટી શો- બિગ બૉસ 13
બેસ્ટ ટેલિવિઝન સીરીજ- કુમકુમ ભાગ્ય
બેસ્ટ પ્લેબેક સિંગર મેલ - અરમાન મલિક
First published: February 22, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading