વર્ધને પોતાના બોલીવૂડ ડેબ્યૂ પર દાદા અમરીશ પુરી અંગે કર્યો આ ખુલાસો

"અમે બધા રંગમંચના કલાકાર છીએ. થિયેટરને જોઇને હું મોટો થયો છું"

News18 Gujarati
Updated: November 8, 2019, 4:11 PM IST
વર્ધને પોતાના બોલીવૂડ ડેબ્યૂ પર દાદા અમરીશ પુરી અંગે કર્યો આ ખુલાસો
અમરીશ પુર અને તેમનો પૌત્ર વર્ધન
News18 Gujarati
Updated: November 8, 2019, 4:11 PM IST
બોલિવૂડના દિંગવત અભિનેતા અમરીશ પુરી (Amrish Puri) ના પૌત્ર વર્ધન પુરી (Vardhan Puri) નું કહેવું છે કે સિનેમા જગત વિષે તે બધુ જ જાણે છે. અને અભિનય તેમને દાદાથી વારસામાં મળ્યો છે. અભિનય મામલે તે પોતાના દાદાની સલાહને પત્થરની લકીર માને છે. વર્ધને કહ્યું કે દાદા અમરીશ પુરી સાથે તેમણે જે પણ વાત કરી હતી તે હંમેશા યાદ રાખશે.

રોમાન્ટિક થ્રિલર "યહ સાલી આશિકી"થી પોતાના ફિલ્મ કેરિયરની શરૂઆત કરવા જઇ રહ્યા છે. વર્ધને જણાવ્યું કે મારા દાદા હંમેશા કહેતા હતા કે થિયેટરથી જે લોકો ફિલ્મોમાં આવે છે તે મોટાભાગે રંગમંચને ભૂલી જાય છે તેમનો વ્યવહાર બદલાઇ જાય છે. પણ તે વાત યોગ્ય નથી. ઓમપુરીનું માનવું હતું કે પ્રોફેશનલ હોવું સારી વાત છે પણ સ્ટારડમને પોતાની પર હાવી ન થવા દેવું જોઇએ. અને હંમેશા પોતાની અંદર રંગમંચના એ કલાકારને જીવતો રાખવો જોઇએ. જ્યારે તમે તમારા મૂળથી જોડાયેલા રહ છો ત્યારે અસફળતાની અસર તમારી પર ઓછી થાય છે. વર્ધને કહ્યું કે દાદીની આ વાતને તે આજે પણ માને છે. અને દાદાની આપેલી આ શીખ તે કદી નથી ભૂલતા.


વર્ધને કહ્યું કે તેમની તમામ ફિલ્મો મેં જોઇ છે. જે અભિનેતા બનવા માટે મારું સૌથી મોટું પ્રશિક્ષણ હતું. તે હંમેશા કહેતા કે તૈયારી મહત્વની છે. અને હું પણ આ વાત પર ખાસ ધ્યાન આપું છું. મારો આખો પરિવાર રંગમંચથી જોડાયેલો છે. અમે બધા રંગમંચના કલાકાર છીએ. થિયેટરને જોઇને હું મોટો થયો છું અને મને લાગે છે કે થિયેટર સૌથી પ્રામાણિક માધ્યમ છે. વધુમાં વર્ધને કહ્યું કે તે કામ કે સફળતાનું દબાણ નથી અનુભવતા પણ પરિવારથી જે વારસામાં અભિનય મળ્યો છે તેને યોગ્ય રીતે આગળ લઇ જવા માંગે છે.
First published: November 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...