રમઝાનમાં 25 હજાર પ્રવાસી શ્રમિકોનું પેટ ભરશે સોનૂ સૂદ, કહ્યું- એકબીજાની સાથે ઊભું રહેવું જરૂરી

સોનૂ સૂદે રમઝાન શરૂ થતાં પહેલા રોજા રાખનારાઓ માટે ખાવાનું બનાવવા અને વહેંચવાની વ્યવસ્થા ઊભી કરી

સોનૂ સૂદે રમઝાન શરૂ થતાં પહેલા રોજા રાખનારાઓ માટે ખાવાનું બનાવવા અને વહેંચવાની વ્યવસ્થા ઊભી કરી

 • Share this:
  મુંબઈઃ કોરોના વાયરસ (Coronavirus) વિરુદ્ધની લડાઈ માટે હાલમાં સમગ્ર ભારત એક થયું છે. તમામ લોકો બરાબરથી સાથ આપી રહ્યા છે. બોલિવૂડ (Bollywood)ની તમામ સેલિબ્રટિઝ પણ સંક્રમણ સામેના જંગને જીતવાના પ્રયાસમાં લાગી ગયા છે. બોલિવૂડ સ્ટાર્સ લોકોની મદદ માટે સતત આગળ આવી રહ્યા છે. આ દરમિયાન એક્ટર સોનૂ સૂદ (Sonu Sood)એ ફરી એકવાર માનવતા દર્શાવી છે. લૉકડાઉન (Lockdown) દરમિયાન તેઓ સતત જરૂરિયાતમંદોની મદદ કરતા આવ્યા છે. રોજ મુંબઈના 45,000 લોકોને ભોજન પૂરું પાડ્યા બાદ હવે સોનૂ સૂદ રમઝાન (Ramadan) માસ દરમિયાન પ્રવાસી શ્રમિકોની મદદે આવ્યા છે.

  મુંબઈ મિરરના એક રિપોર્ટ મુજબ, હવે સોનૂ સૂદ 45,000 લોકોની સાથે 25,000 પ્રવાસી શ્રમિકોને ભોજન પૂરું પાડશે.

  રિપોર્ટ મુજબ, એક્ટરને જાણકારી મળી કે મહારાષ્ટ્રના ભિવાડીમાં કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોથી આવેલા પ્રવાસી શ્રમિકો છે, જે મુશ્કેલીમાં છે. સોનૂને જ્યારે આ વાતની જાણકારી મળે તેણે રમઝાન શરૂ થતાં પહેલા રોજા રાખનારાઓ માટે ખાવાનું બનાવવા અને વહેંચવાની વ્યવસ્થા ઊભી કરી છે.

  આ પણ વાંચો, કોરોનાના ડરથી ગામ લોકોએ અંતિમ સંસ્કાર ન કરવા દીધા, પરિજનોએ મૃતદેહને કૂવામાં ફેંકયો

  સોનૂ સૂદે કહ્યું કે, રમઝાનના પવિત્ર માસમાં પ્રવાસી શ્રમિકોની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવશે. આ કઠિન સમયમાં આપણે સૌએ એક-બીજા માટે ઊભા રહેવું જરૂરી છે. જેથી સમગ્ર દિવસ રોજા રાખ્યા બાદ કોઈ ભૂખ્યું ન રહે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતાએ 1.5 લાખ ભોજન ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

  આ પણ વાંચો, કોરોના સંક્રમિત પરિવારના ઘરે ચોરી કરવી ભારે પડી! ત્રણ ચોરનો COVID-19 ટેસ્ટ કરાયો
  Published by:Mrunal Bhojak
  First published: